Gujarat Heatwave Forecast : ગુજરાતમાં હવામાન વિભાગે ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો એએમસીએ અમદાવાદમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. તો હવામાન વિભાગે કયા દિવસ માટે કયા જિલ્લામાં પુષ્કળ ગરમી પડવાની આગાહી કરી છે તે જોઈએ.
હવામાન વિભાગ ગરમી આગાહી
21-05-2024
હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં, તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની સંભાવના વ્યક્ત કરી છે.
22-05-2024
તો બુધવારે સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે ગરમીની સંભાવના વ્યક્ત કરી છે.
23-05-2024
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગરમીની લહેરની આગાહી ગુરૂવારે પણ યથાવત રહેશે, જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે ગરમીની સંભાવના વ્યક્ત કરી છે.
24-05-2024
હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહિતના જિલ્લામાં ભારે ગરમ પવનો ફૂંકાઈ શકે છે.
25-05-2024
તો શનિવારે પણ ગરમીથી રાહતના કોઈ સમાચાર નથી, અને સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં, તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની સંભાવના વ્યક્ત કરી છે.
સોમવારનું તાપમાન
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 44.5 | 31.2 |
| ડીસા | 43.2 | 28.5 |
| ગાંધીનગર | 45.0 | 31.0 |
| વલ્લભ વિદ્યાનગર | 44.1 | 29.8 |
| વડોદરા | 44.2 | 31.8 |
| સુરત | 38.5 | 28.6 |
| વલસાડ | 37.6 | 22.0 |
| દમણ | 36.0 | 27.6 |
| ભુજ | 41.2 | 26.4 |
| નલિયા | 36.0 | 27.0 |
| કંડલા પોર્ટ | 36.6 | 28.1 |
| કંડલા એરપોર્ટ | 42.5 | 27.2 |
| અમરેલી | 44.0 | 28.2 |
| ભાવનગર | 44.2 | 29.0 |
| દ્વારકા | 32.1 | 28.0 |
| ઓખા | 35.6 | 28.3 |
| પોરબંદર | 38.5 | 27.0 |
| રાજકોટ | 43.0 | 25.2 |
| વેરાવળ | 33.2 | 26.9 |
| દીવ | 35.2 | 28.0 |
| સુરેન્દ્રનગર | 44.3 | 29.5 |
| મહુવા | 42.4 | 30.1 |
| કેશોદ | 41.7 | 26.9 |
આ પણ વાંચો – Ahmedabad Weather Report : અમદાવાદમાં ચાર દિવસ ગરમીનું રેડ એલર્ટ, તંત્રએ લીધો મહત્વનો નિર્ણય
ગરમીથી બચવા સાવચેતીના પગલા
હવામાન વિભાગે જણાવ્યું છે કે, લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેવાથી લૂ સહિતની બીમારીના ભોગ બની શકાય છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ સહિત બીમાર લોકોએ સીધા સૂર્યના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય. આ સિવાય વધુ પરસેવો થાય તો ઓઆરએસ પણ પીવો જોઈએ, સાથે લીંબુ શરબત, ઘરે બનાવેલા પીણા, લસ્સી, ચોખાનું પાણી, છાશ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.