Gujarat Rain Forecast : ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર મહેર કરી, હવે પાંચ દિવસ મેઘરાજા વિરામ લઈ શકે છે. જોકે, કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની પાંચ દિવસની અપડેટ આગાહી અનુસાર, કોઈ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી નથી, મોટાભાગના જિલ્લામાં કેટલાક છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે. એટલે કે, ભારે વરસાદ કે અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે.
ક્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો
મંગળવારે મેઘરાજાએ ભાવનગરના શિહોરમાં જબરદસ્ત બેટીંગ કરી હતી. શિહોરમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ સિવાય સુરતના ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો તાપીના વાલોદમાં 3.50 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 3.50 ઈંચ, વલસાડના કપરાડામાં 3.20 ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય પલસાણા, કામરેજ, કાંટ, બારડોલી, વ્યારા, ઉચ્છલ, સોનગઢ અને માંડવીમાં બે ઈચથી વધારે વરસાદ નોંધાયો હતો. તો 11 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ પાંચ દિવસની આગાહી
12 જુલાઈ 2023
આજે દમણ ,દાદરાનગર હવેલી, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં તથા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપડા પડી શકે છે. બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે
13 જુલાઈ 2023
દમણ ,દાદરાનગર હવેલી, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં તથા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપડા પડી શકે છે.
14 જુલાઈ 2023
દમણ ,દાદરાનગર હવેલી, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં તથા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો – વડોદરા: બે દીકરીઓને ઝેર આપ્યું, મોત ન થતા ગળુ દબાવી દીધુ, માતા આત્મહત્યાની કોશિશમાં બચી ગઈ
15 જુલાઈ 2023
દમણ ,દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામા ગાજવીજ સાથે મોટાભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
16 જુલાઈ 2023
દમણ ,દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામા ગાજવીજ સાથે મોટાભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના