ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે ગાયબ થવાની તૈયારી કરી રહ્યો છે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે તેજ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા સવારે ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, અને વાદળ છાયા વાતાવરણ સાથે તેજ પવન ફૂકાંઈ શકે છે. આ સમયમાં તાપમાનમાં 3-4 ડીગ્રીનો વધારો જોવા મળી શકે છે, એટલે કે, ગરમીનો અહેસાસ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસ વાદળા છે, પરંતુ વરસાદની શક્યતા ઓછી જોવા મળી છે. પરંતુ એક પ્રેશર ગ્રેડિઅન્ટ બનેલું છે તેનાથી તેજ પવન ફૂકાઈ શકે છે.
હવામાન વિભાગના આજના ડેટા અનુસાર, 27 ફેબ્રુઆરી 2024ના રોજ નીચુ તાપમાન જુનાગઢમાં 14.6 નોંધાયું હતુ, જ્યારે સૌથી ઊંચુ તાપમાન 20.8 ઓખામાં નોંધાયું હતુ.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) February 27, 2024
અંબાલાલ પટેલની આગાહી
આ બાજુ હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાનને લઈ આગાહી કરી છે. તેમના અનુસાર, 26 તારીખથી વાતાવરણમાં પલટો સર્જાયો છે, આગામી 1 થી 5 માર્ચ ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. અંબાલાલ અનુસાર, કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા તથા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારમાં માવઠુ થઈ શકે છે.
ભારતમાં ક્યાં કેવું વાતાવરણ
બિહાર, ઝારખંડ, દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા યથાવત છે. આજે દિલ્હીમાં વહેલી સવારે વરસાદના છાંટા પડ્યા હતા, સાથે ભારે પવ ફૂકાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં માવઠાની શક્યતા છે, સાથે 40 કિમીની ઝડપે પવન ફૂકાઈ શકે છે. આ બાજુ બિહારમાં શિયાળો ખતમ થવાના સમયે છે, ત્યારે ઠંડી હજુ વધવાની શક્યતા છે. અહીં રાજ્યમાં ચાર જિલ્લામાં વરસાદ સહિત ક્યાંક ઓલાની પણ શક્યતા છે.
આ પણ વાંચો – ગુજરાત વેધર અપડેટ : રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ, ઠંડા પવનો, ખેડૂતોની ચિંતા વધી
પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા
તમને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અલગ અલગ પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાની સંભાવના છે. પશ્ચિમ ડિસ્ટબન્સના કારણે પસ્ચિમી હિમાચલ વિસ્તારોમાં કેટલાક દિવસથી બરફબારી જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી શકે છે.