scorecardresearch
Premium

Gujarat Weather : વેરાવળમાં સાડા પાંચ ઈંચ વરસાદ, સાત જિલ્લામાં રેડ એલર્ટ

Today Weather in Gujarat : મેઘરાજા આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સાત જિલ્લામાં રેડ એલર્ટ અને 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Forecast Today 16th July 2024
હવામાન વિભાગની આજની આગાહી, 16-07-2024

Gujarat Rain Forecast Today 16th July 2024 : ગુજરાતમાં ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી ત્યારબાદ આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધબધબાટી બોલાવી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા ભરપૂર મહેરબાની કરી રહ્યા છે. આજે વેરાવળમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ સહિત કુલ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે પણ હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો જોઈએ ક્યા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 16 જુલાઈ 2024 ના રોજ કરેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત અને નવસારીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે જામનગર, મોરબી, સુરેનેદ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.

બુધવારે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આ સિવાય જો આવતીકાલની આગાહીની વાત કરીએ તો, આઠ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા મનમૂકીને બેટિંગ કરી શકે છે. તો રાજ્યના અન્ય તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

Gujarat Rain Forecast Today 16th July 2024 - IMD Ahmedabad
હવામાન વિભાગે 16 જુલાઈ 2024 ના રોજ કરેલી આગાહી (આઈએમડી અમદાવાદ)

વેરાવળમાં સાડા પાંચ ઈંચ વરસાદ, માંગરોળમાં પણ જળબંબાકાર

આજે વહેલી સવાર જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનાથી મેઘરાજાની પધરામણી શરૂ થઈ હતી, ત્યારબાદ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તથા જુનાગઢના માંગરોળમાં મેઘરાજાએ મનમુકીને મેઘ વર્ષા કરી છે. વેરાવળમાં માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સવારથી અત્યાર સુધીમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને પગલે રોડ રસ્તાઓ નદી સમાન બની ગયેલા જોવા મળ્યા છે. આ બાજુ જુનાગઢના માંગરોળમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવતા 121 મીમી વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, તો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

સવારથી અત્યાર સુધી ક્યાં કેવો વરસાદી માહોલ

આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકના ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ ગીર સોમનાથના વેરાવળમાં 131 મીમી, ત્યારબાદ જુનાગઢના માંગરોળમાં 121, માળિયા હાટિનામાં 118 મીમી, માણાવદરમાં 77 મીમી, મેંદરડામાં 60 મીમી વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય પોરબંદર શહેરમાં 56 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો – સુરતના બિલ્ડરનો આક્ષેપ, ‘ભાજપના કાઉન્સિલર સહિત ચાર લોકોએ મારું અપહરણ કર્યું, પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી’

6 તાલુકામાં એક થી દોઢ ઈંચ વરસાદ

આંકડા અનુસાર, 6 તાલુકામાં 1 થી 1.50 ઈંચ વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૂત્રાપાડા, રાણાવાવ, ઉમરગાવ, કુતિયાણા, બગસરા અને ભેસાણ તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે 15 તાલુકામાં 10 મીમી થી 23 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં તલાલા, કેશોદ, ગીર ગઢડા, ખંભાળિયા, વંથલી, વલસાડ, લોધિકા, ધોરાજી, કુકાવાવ વાડિયા, અબડાસા, જુનાગઢ શહેર, જસદણ, ઉના અને દ્વારકાનો સમાવેશ થાય છે. આ સિવાય 33 તાલુકામાં 10 મીમી થી ઓછો વરસાદ જોવા મળ્યો છે.

Web Title: Gujarat weather gir somnath junagadh heavy rain red alert in seven districts km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×