Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં જૂન મહિનો બેસી ગયો છે. એટલે કે ઉનાળાની વિદાયના થોડા જ દિવસો બાકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેશી જવાના સંકેતો આપ્યા છે. આવી આગાહી વચ્ચે ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો આસાને છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. હજી થોડા દિવસ ગરમી પડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
સુરેન્દ્રનગર બન્યું સૌથી ગરમ
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે ગુજરાતમાં સૌથી વધારે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દિવમાં 33.4 ડિગ્રી સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ બીજા ક્રમે રહ્યું હતું. 41.5 ડિગ્રી સાથે ગાંધીનગર પણ ત્રીજા ક્રમે રહ્યું હતું. જોકે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ રહી હતી.
અમદાવાદમાં આજે પણ ગરમી 42 ડિગ્રી પર યથાવત રહેશે
AccuWeather.com પ્રમાણે આજે 3 જૂન 2024, સોમવારનો રોજ અમદાવાદમાં ગરમી યથાવત રહેશે. રવિવારની જેમ આજે સોમવારે પણ મહત્તમ ગરમી 42 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લઘુતમ ગરમી 30 ડિગ્રી જેટલી રહેશે. આજે પવનની ગતિ 28 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
રવિવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 42.0 | 29.4 |
ડીસા | 39.7 | 27.6 |
ગાંધીનગર | 41.5 | 29.8 |
વલ્લભ વિદ્યાનગર | 39.5 | 29.0 |
વડોદરા | 39.4 | 29.4 |
સુરત | 34.8 | 28.4 |
વલસાડ | 35.7 | 28.8 |
દમણ | 36.8 | 22.8 |
ભુજ | 35.2 | 27.8 |
નલિયા | 38.8 | 28.8 |
કંડલા પોર્ટ | 35.9 | 28.8 |
કંડલા એરપોર્ટ | 38.4 | 29.6 |
અમરેલી | 40.5 | 29.0 |
ભાવનગર | 37.5 | 27.6 |
દ્વારકા | 35.6 | 29.4 |
ઓખા | 34.5 | 29.2 |
પોરબંદર | 35.4 | 29.0 |
રાજકોટ | 40.5 | 25.9 |
વેરાવળ | 35.2 | 29.3 |
દીવ | 33.4 | 27.7 |
સુરેન્દ્રનગર | 43.0 | 29.0 |
મહુવા | 37.4 | 27.9 |
કેશોદ | 37.8 | 28.0 |
ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસું બેશી ગયું છે. એટલે કે સમયસર ચોમાસું બેશતા ગુજરાતમાં પણ ચોમાસું સમયસર બેશી જશે. એટલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 15 જૂનની આસપાસ રહેતી હોય છે. એટલે આ વર્ષે પણ ચોમાસાનો પહેલો વરસાદ 15 જૂન આસપાસ પડવાની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ- Amul Milk Price Hike : અમૂલ દૂધના ભાવમાં વધારો, આજથી નવી કિંમત લાગૂ થશે
હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દાદરા નગર હવેલી,દીવ, દમણમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યમાં 20-25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.