Gujarat Weather Forecast : ગુજરાતના હવામાનમાં છેલ્લા એક-બે દિવસથી આશંક પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણ ઝોનમાં વાદળછાયુ વાતાવરણ સર્જાવા સાથે કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળી છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ચોમાસુ પહોંચે તે પહેલા અરબી સમુદ્રમાં એક ચક્રવાત પરિભ્રમણ થઈ રહ્યું છે. આજે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સ્થિર છે. જેને પગલે રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદની પુરી સંભાવના છે.
હવામાન વિભાગે શું આગાહી કરી
હવામાન વિભાગ અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ સહિતના જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની પુરી સંભાવના છે. હવમાન વિભાગે કહ્યું છે કે, ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે.
ક્યારે કયા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે કહ્યું છે કે, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ બાદ બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. પરંતુ સાત તારીખે રાજ્યમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા ગાજ-વીજ સાથે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થવાની પુરી સંભાવના છે.
8 જૂન 2024 એ અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો – Gujarat Weather Forecast : આજે ગુજરાતના આ વિસ્તારોમાં વંટોળ સાથે હળવો વરસાદ પડશે, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
તમને જણાવી દઈએ કે, કેરળમાં ચોમાસુ બેસી ગયું છે, બે-ત્રણ દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રેમાલને પગલે ચોમાસુ બે દિવસ વહેલુ પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ 12થી 15 તારીખ સુધીમાં ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે.