Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : જૂન મહિનો ધીમે ધીમે આગળ ધપતો જાય છે ત્યારે ગરમીનો પારો ગગડી રહ્યો છે. અને ચોમાસું ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે. ગુજરાતના 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી હતી. બીજી તરફ ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેલો છે. આગામી દિવસોમાં ધીમે ધીમે ગરમી ઘટતી જોવા મળશે.
આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યા છે. ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લા અને દમણ, દાદરા નગર હવેલી સહિત 8 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે દિવસ દરમિયાન હળવા વરસાદની સાથે વંટોળ ફૂંકાવવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી હતી.
પાટનગર બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર
ગુજરાતમાં ઉનાળો અંતિમ તબક્કામાં છે. જોકે હજી પણ ગરમી 40 ડિગ્રી ઉપર નોંધાઈ રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું હતું. 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગાંધીનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગર 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે બીજા નંબરે રહ્યા હતાં. ડિસામાં 40.7 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ- World Environment Day 2024 : આજે વિશ્વ પર્યાવરણ દિવસ, કેમ મનાવામાં આવે છે આ દિવસ?
મંગળવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 41.8 | 29.7 |
| ડીસા | 40.7 | 29.0 |
| ગાંધીનગર | 42.0 | 29.6 |
| વલ્લભ વિદ્યાનગર | 39.5 | 28.6 |
| વડોદરા | 40.0 | 29.4 |
| સુરત | 36.2 | 29.4 |
| વલસાડ | 36.2 | 00 |
| દમણ | 35.0 | 28.6 |
| ભુજ | 38.2 | 27.3 |
| નલિયા | 35.3 | 27.8 |
| કંડલા પોર્ટ | 37.7 | 27.7 |
| કંડલા એરપોર્ટ | 39.7 | 26.8 |
| અમરેલી | 00 | 00 |
| ભાવનગર | 38.9 | 29.6 |
| દ્વારકા | 33.4 | 29.2 |
| ઓખા | 34.7 | 28.5 |
| પોરબંદર | 35.4 | 28.6 |
| રાજકોટ | 40.5 | 25.3 |
| વેરાવળ | 35.6 | 29.1 |
| દીવ | 33.8 | 27.2 |
| સુરેન્દ્રનગર | 41.8 | 28.4 |
| મહુવા | 37.8 | 27.9 |
| કેશોદ | 37.0 | 27.7 |
આજે કેવું રહેશે અમદાવાદનું હવામાન?
AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં ગરમીમાં ઘટાડો થશે. આજે 5 જૂન 2024, બુધવારના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લઘુતમ તપામાન 36 ડિગ્રી નોંધાશે. પવનની ગતિ 15 કિલોમિટર પ્રતિ કલાકની રહેશે જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે સારી છે. યુવી ઇન્ડેક્સ 5 મોડરેટ છે અને હવામાં ભેજનું પ્રમાણે 64 ટકા રહેશે.
ચોમાસું ક્યાં પહોંચ્યું?
ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસુ બેસી ગયું છે, બે-ત્રણ દિવસમાં ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રેમાલને પગલે ચોમાસુ બે દિવસ વહેલુ પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ 12થી 15 તારીખ સુધીમાં ચોમાસુ પહોંચે તેવી સંભાવના છે.