Gujarat rain forecast : ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટીંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે. આ પહેલા મેઘરાજાએ ગયા મહિને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જબરદસ્ત મેઘમહેર કરી હતી, અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. કેટલાએ શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જળાશયોમાં નવા નીરની આવક પણ થઈ હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગે તારીખ 6, 7, 8 જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, ગત મહિનાના અંતમાં આ મહિનાની શરૂઆતના બે દિવસમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો ચોમાસાની સિઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો. આ વખતે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો રવિવારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
06-07-2023
વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં કેટલાક છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
07-07-2023
હવામાન વિભાગની આગાહી અનુસાર, શુક્રવારે આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
08-07-2023
શનિવારે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છ જિલ્લામાં, તથા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો – જર્જરિત અને જોખમી ઈમારતો: જવાબદારી કોની?
09-07-2023
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રવિવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જામનગર, મોરબી, દ્વારકામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.