Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસાની દસ્તક થશે. જોકે, અત્યારે રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે હવે ધીમે ધીમે ગરમી ઘટના એંધાણ પણ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાજ્યમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી રહ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ ગરમી વધીને 43.2 ડિગ્રીએ પહોંચી હતી.
ત્રણ દિવસ આ વિસ્તારમાં 40 kmની ઝડપે આંધી ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં અને કચ્છમાં ધૂળની ડરમીઓ સાથે વંટોળની શક્યતાઓ સેવાઈ છે. આ દરમિયાન ઓછામાં ઓછો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી રહેવાની હવામાન વિભાગની ધારણા છે.
સુરેન્દ્રનગર અને અમદાવાદ બન્યા સૌથી ગરમ શહેર
હવામાન વિભાગે જાહેર કરેલા ગરમીના આંકડા પ્રમાણે ગુરુવારે ગુજરાતમાં ગરમીનો પારો એક ડિગ્રી જેટલો ઉચકાયો હતો. ગુજરાતમાં મહત્તમ તપામાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. જેમાં સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી અને અમદાવાદ 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ હતી.
આ પણ વાંચોઃ- Monsoon 2024 Start : ચોમાસું કેરળ પહોંચ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે? આ સિઝનમાં કયા રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુરુવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 43.2 | 30.1 |
| ડીસા | 40.0 | 28.0 |
| ગાંધીનગર | 42.7 | 30.1 |
| વલ્લભ વિદ્યાનગર | 40.3 | 29.4 |
| વડોદરા | 39.2 | 29.4 |
| સુરત | 34.8 | 29.4 |
| વલસાડ | 00 | 00 |
| દમણ | 35.8 | 29.0 |
| ભુજ | 37.0 | 27.8 |
| નલિયા | 38.4 | 27.6 |
| કંડલા પોર્ટ | 35.1 | 29.0 |
| કંડલા એરપોર્ટ | 35.2 | 29.0 |
| અમરેલી | 40.1 | 28.7 |
| ભાવનગર | 41.4 | 28.0 |
| દ્વારકા | 41.2 | 29.6 |
| ઓખા | 33.2 | 29.0 |
| પોરબંદર | 35.4 | 28.6 |
| રાજકોટ | 41.8 | 25.3 |
| વેરાવળ | 35.4 | 28.9 |
| દીવ | 34.3 | 28.1 |
| સુરેન્દ્રનગર | 43.7 | 29.5 |
| મહુવા | 36.6 | 27.9 |
| કેશોદ | 36.8 | 28.3 |
આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં ગુરુવારની તુલનાએ એક ડિગ્રી જેટલી ગરમી ઘટશે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં 42 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાશે જ્યારે 32 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે. પવનની ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.