scorecardresearch
Premium

ગુજરાત વેધર: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં મીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી, ચોમાસું ક્યારે પહોંચશે?

Gujarat Weather and Rain Forecast : દેશભરમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, ગુજરાતમાં 10 દિવસમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે, ત્યારે દરિયા કિનારા નજીક ચક્રવાતને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના.

Gujarat Weather and Rain Forecast
ગુજરાત વેધર અને વરસાદની આગાહી

Gujarat Weather and Rain Forecast : દેશભરમાં આ વખતે ચોમાસાના સારા સંયોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે ચક્રવાતના સંયોગથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે.

મિની વાવાઝોડા સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતના દરિયા કિનારે સપાટીથી 1.5 કિમી ઉપર ચક્રવાત પરિભ્રમણ યથાવત છે, જેને પગલે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 30-40 કિમીના પવન સાથેના મીની વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. તો જોઈએ કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં ક્યારે વરસાદ પડશે?

આવતીકાલે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, તથા મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત દીવમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

સોમવારે પણ 30-40 કિમીની ઝડપે પવન સાથે દાહોદ, પંચમહાલ સહિત દક્ષણિ ગુજરાતના જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડશે.

મંગળવારે વીજળીના કડાકા ભડાકા તથા પવન સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, દમણ સહિત લગબગ બધા જ જિલ્લામાં તથા મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના છે.

બુધવારની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, મહિસાગર, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, દમણ સહિત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો – Gujarat Weather Report : અમદાવાદ અને ગાંધીનગરમાં ફરી ગરમી વધી, રાજ્યના 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે?

ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ સરહદ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહાર સુધી પહોંચવાની ધારણા છે. આ સાથે 20 જૂન સુધીમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાં, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી જશે. 25 જૂનની આસપાસ ગુજરાત અને મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Web Title: Gujarat weather and rain forecast heavy winds and thundershowers occur in these districts km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×