scorecardresearch
Premium

Gujarat Weather | ગુજરાત વરસાદ આગાહી : વીજળી-વાવાઝોડા સાથે ત્રણ દિવસ વરસાદ પડશે, ગરમીમાં થશે ઘટાડો

Gujarat Weather and Rain Forecast : ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વીજળી અને વાવાઝોડા સાથે ત્રણ દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather and forecast
ગુજરાત તાપમાન અને વરસાદ આગાહી (ફોટો – એક્સપ્રેસ)

Gujarat Rain Forecast : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની પૂરી શક્યતા છે. જેને પગલે રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

ગુજરાત માં ત્રણ દિવસ વરસાદ આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જેને પગલે ગરમીમાં થોડી રાહત થશે, રાજ્યમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો શનિવાર, રવિવાર અને સોમવારે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ત્રણ દિવસ વરસાદની પૂરી સંભાવના છે.

ગુજરાત – ક્યાં ક્યારે વરસાદ થશે

13-04-2024

હવામાન વિભાગે વરસાદ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તારીખ 13-04-2024 ના રોજ શનિવારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે છૂટા છવાયા સ્થળોએ વરસાદ થશે.

14-04-2024

તો રવિવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદની સંભાવના છે, આ સિવાય અન્ય જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે છૂટા છવાયા વિસ્તારમાં માવઠું થઈ શકે છે.

15-04-2024

હવામાન વિભાગે 15-04-2024 સોમવારે પણ વરસાદની સિસ્ટમ યથાવત રહેતી હોવાનું જણાવ્યું છે. આ દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ જિલ્લામાં તોફાની પવન અને ગાજ વીજ સાથે છૂટા છવાયા સ્થળોએ વરસાદ થશે.

અમદાવાદ હવામાન વિભાગ પૂર્વાનુમાન

વાદળછાયા વાતાવરણ સાથે તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો નોંધાશે

અમદાવાદ હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે જણાવ્યું છે કે, જે જિલ્લામાં વરસાદની સંભાવના ઓછી છે ત્યાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તથા તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયલ ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો – ભારતમાં ચાલુ વર્ષે 102 ટકા વરસાદ પડવાની આગાહી, જાણો ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?

રાજકોટ, અમદાવાદ સૌથી ગરમ રહ્યા, તો દ્વારકા, દીવ અને દમણ ઠંડા રહ્યા

તમને જણાવી દઈએ કે, ગઈ કાલે બુધવારે સૌથી વધુ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, અમરેલી અને રાજકોટમાં 40-41 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો લઘુત્તમ તાપમાન પોરબંદર, નલીયા, રાજકોટ, દ્વારકા, દીવ, દમણ, ભૂજ, ડાંગ, જામનગર અને વેરાવળ 22 થી 23 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

Web Title: Gujarat weather and imd ahmedabad rain forecast next five day km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×