Gujarat Ahmedabad Heat Wave Alert : ગુજરાત માં કાળઝાળ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરતા નાગરીકો ગરમીથી ચિતિત જોવા મળ્યા. બંનેના વિરોધાભાસ એલર્ટથી લોકો પરેશાન.
હિટવેવની આગાહીને લઈ હવામાન વિભાગ અને એએમસી વચ્ચે મતભેદ
હવામાન વિભાગે જણાવ્યું કે, એએમસીએ હીટવેવને લઈ આપેલા રેડ એલર્ટને અમે સમર્થન નથી આપતા, અમરા વિભાગ દ્વારા એએમસીને ઓરેન્જ એલર્ટ જ આપવામાં આવ્યું હતુ, અમને ખબર નથી કયા કારઈટએરિયા પ્રમાણે તેમણે રેડ એલર્ટ જાહેર કર્યું. બીજી તરફ એએમસી આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે મીડિયા સામે રેડ એલર્ટ આપ્યું હોવાનું સ્વીકાર્યું છે. હવામાન વિભાગ 44 ડિગ્રીથી વધુ પણ 45 ડિગ્રીથી ઓછાને લઈ ઓરેન્જ એલર્ટ પર મક્કમ, તો બીજી તરફ એએમસી 45 ડિગ્રીના તાપમાનનો ઉલ્લેખ કરી રેડ એલર્ટ માટે મક્કમ. બીજી બાજુ આકડાની સામન્ય વધઘટને લઈ બે વિભાગો વચ્ચે મતભેદને લઈ શહેરીજનો એલર્ટને લઈ ચિંતામાં મુકાયા
એએમસીએ આપ્યું રેડ એલર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પ્રેસ નોટ જાહેર કરી જણાવ્યું છે કે, હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી પાંચ દિવસ ભારે ગરમી પડશે, અને તા 20-05-2024 થી 24-05-2024 સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે.
એએમસીએ રેડ એલર્ટ ને લઈ શું જાહેરાત કરી
- એએમસીએ રેડ એલર્ટની જાહેરાત કરવાની સાથે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સાંજે 7 કલાક સુધી કાર્ય રહેવાની જાહેરાત કરી છે. સાથે દરેક સેન્ટર પર ઓઆરએસ પણ ઉપલબ્ધ રહેશે તેવું જણાવ્યું છે.
- દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ગરમીને લઈ રીક્ષાથી જનજાગૃતિ કરવામાં આવશે
- સોશિયલ મીડિયા મારફતે 3 લાખથી વધુ લોકોને ગરમીના એલર્ટને લઈ મેસેજ મોકલવામાં આવ્યો છે
- સફાઈ કામદારોની બપોરની કામગીરીનો સમય 3 વાગ્યાથી બદલી 4.30 કરવામાં આવ્યો
- એસ્ટેટ વિભાગ દ્વારા તમામ બિલ્ડરોને બપોરના 12 થી 4 વાગ્યા સુધી કામ નહીં કરાવવાની સુચના આપવામાં આવી
- તમામ ઈન્ડસ્ટ્રીયલ એસોશિએશનનો સંપર્ક કરી તેમના તમામ યુનિટ દ્વારા કામદારો માટે પાણી અને છાસ વિતરણની વ્યવસ્થા કરવાની સુચના આપવામાં આવી છે
- દરેક આશ્રય સ્થાનો પર પાણી અને ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી
- ટ્રાફિક પોલીસને ઓઆરએસ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે
- શહેરની તમામ હોસ્પિટલો તથા કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હિટ રિલેટેડ ઈલનેસ દર્દીઓની સારવાર માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાત વેધર : ગરમીએ મચાવ્યો હાહાકાર, ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગે શું કહ્યું
હવામાન વિભાગ કહ્યું કે, અમે ઓરેન્જ એલર્ટ જ આપ્યું છે, એએમસી દ્વારા કયા ક્રાઈટએરિયા પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું અમને ખબર નથી. આઈએમડીના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, રેડ એલર્ટ જાહેર કરવા માટે જોઈતા જરૂરી ક્રાઈટએરિયા બનતા ન હોવાથી રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. રેડ એલર્ટ માટે તો એકથી વધુ ક્રાઈટએરિયા નક્કી કર્યા બાદ રેડ એલર્ટ આપવામાં આવે છે, પરંતુ એવી કોઈ સ્થિતિ બની રહી નથી, જેથી ઓરેન્જ એલર્ટ જ આપવામાં આવ્યું છે.