Gujarat Weather Updates : ગુજરાતમાં ઉનાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોમવારે રાત્રે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદે ગુજરાતમાં ઠેકઠેકાણે તારાજી સર્જી હતી. જેના પગલે જાનમાલનું મોટું નુકસાન પણ થવા પામ્યું છે. અત્યારે સુધીમાં ગુજરાતમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે.
ભારે પવન અને વરસાદથી કુલ 14 લોકોના મોત નિપજ્યા
ગુજરાતમાં સોમવારે સોમવારે સવારે 6 વાગ્યાથી આજે મંગળવાર સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મિમિથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હતા.તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી મૃતકોની યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ મોત ખેડા જિલ્લામાં થયા છે.
મૃતકોની યાદી
| તાલુકો | મૃતકનું નામ | મોતનું કારણ |
| વિરમગામ | ઠાકરો મંગાજીભાઈ કમશીભાઈ | વીજળી પડવાથી |
| આણંદ | કાળીબેન બીલ્લો વસાવા | દિવાલ પડવાથી |
| ઠાસરા | કપિલાબેન કેસરીસિંહ ચાવડા | ઝાડ પડવાથી |
| દેવગઢબારિયા | પટેલ શંકરભાઈ શનાભાઈ | ઝાડ પડવાથી |
| નડિયાદ | સોઢા મહેસભાઈ જુવાનસિંહ | ઝાડ પડવાથી |
| મહેમદાવાદ | બારૌયા રણજીતસિંહ બુધાભાઈ | મકાન પડવાથી |
| દસક્રોઈ | હિંમાશું કુમાર ઉર્ફે ચકો રાજેન્દ્રભાઈ પરમાર | હોર્ડિંગ પડવાથી |
| ભીલોડા | ડામોર વિશાલકુમાર દિપકભાઈ | વીજળી પડવાથી |
| મેઘરજ | લાલજીભાઈ શંકરભાઈ ગેલોત | વીજળીપડવાથી |
| દેબવઢબારિયા | લબડા મંગીબેન કુવાબારી | ઝાડપડવાથી |
| મહેમદાવાદ | વાલીબેન મોહનભાઈ ભરવાડ | છત પડવાથી |
| વડોદરા શહેર | જયેશભાઈ મોરે | કરંટ લાગવાથી |
| વડોદરા શહેર | વર્ત ડાંગર | કરંટ લાગવાથી |
| વડોદરા શહેર | ગીરીશ ચૌરે | હોર્ડિંગ પડવાથી |
પાક અને માલનું નુકસાન
વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાથી રાજ્યમાં ઠેકઠેકાણે નુકસાન થયું હતું. ક્યાંક હોર્ડિંગ પડ્યા તો, ક્યાંક ઝાડ પડવાથી વાહનોને નુકસાન થયા છે. બીજી તરફ અત્યારે કેરીની સિઝનમાં ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડતા કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. કેરીનો તૈયાર માલ ખરી પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.