Today Gujarat Rain Updates, Gujarat Weather news, Gujarat Rain forecast, ગુજરાત વરસાદ : ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે નવી આગાહી કરી છે જેમાં આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કૂલ 14 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત વરસાદ આગાહી : ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે અત્યંત ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે.
આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
ગુજરાત વરસાદ આગાહી : આ વિસ્તારોમાં પડશે ભારે વરસદા
હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડશે.
ગુજરાત વરસાદ આગાહી : આ વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડશે
હવામાન વિભાગ પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના દિવસે બનસાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે પવન સાથે વરસાદ પડશે.
આ પણ વાંચોઃ- રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ : મોદી-શાહને લોકસભામાં અપાઈ ચેલેન્જ… આજે ગુજરાત આવી રહ્યા છે રાહુલ ગાંધી, જાણો શું છે પ્લાન
આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડશે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ હતી.