Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો. જોકે, બે દિવસથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિ વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે બપોરના સમયે લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય.
ગુજરાતમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી રહ્યું
ગુજરાતમાં અત્યારે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં 31.1 ડિગ્રીથી લઈને 41.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઉંચું તાપમાન હતું. જ્યારે દ્વારકામાં 31.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ તાપમાન ઘટીને 40 ડિગ્રી અંદર આવી ગયું
અત્યારે એક તરફ વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં એક તબક્કે 43 ડિગ્રી એ પહોંચેલું મહત્તમ તાપમાન ઘટીને 40 ડિગ્રીની નીચે ઉતર્યું હતું. અમદાવાદમાં 39.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 39.7 | 26.0 |
| ડીસા | 37.6 | 24.4 |
| ગાંધીનગર | 40.2 | 26.2 |
| વિદ્યાનગર | 39.5 | 25.0 |
| વડોદરા | 38.5 | 25.4 |
| સુરત | 34.6 | 26.0 |
| વલસાડ | – | – |
| દમણ | 34.0 | 25.0 |
| ભૂજ | 40.2 | 24.1 |
| નલિયા | 35.2 | 24.0 |
| કંડલા પોર્ટ | 34.5 | 25.1 |
| કંડલા એરપોર્ટ | 41.0 | 24.9 |
| અમરેલી | 40.9 | 23.2 |
| ભાવનગર | 36.0 | 23.1 |
| દ્વારકા | 31.1 | 26.9 |
| ઓખા | 33.6 | 26.7 |
| પોરબંદર | 34.2 | 25.6 |
| રાજકોટ | 41.7 | 24.1 |
| વેરાવળ | 32.0 | 26.6 |
| દીવ | 38.0 | 24.1 |
| સુરેન્દ્રનગર | 40.8 | 25.0 |
| મહુવા | 36.0 | 19.9 |
| કેશોદ | 37.5 | 24.3 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આજે ધૂળની ડરમીઓ સાથે પવન ફૂંકાશે : હવામાન વિભાગ
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આજે સોમવારે ગુજરાતમાં ધૂળની ડરમીઓ ઉડશે. પવનની ગતિ 20-30 પ્રતિ કિલોમીટરની રહેશે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધૂળની ડરમીઓ ઉડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી.