Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલે ગુરુવારથી મે મહિનો શરૂ થશે. મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું
ગુજરાતમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 44.9 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 44.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ રાજ્યનું સૌથી બીજું ગરમ શહેર
ગુજરાતમં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીએ હાહાકાર માચવ્યો છે. અમદાવાદમાં 44.8 ડિગ્રી મહત્તમ ગરમી નોંધાઈ હતી. જે રાજ્યની બીજા નંબરે સૌથી વધારે ગરમી રહી હતી. બપોરના સમયે રસ્તાઓ ઉપર લાય જેવા પવનો ફૂંકાતા લોકો તોબા પોકારી રહ્યા છે. મંગળવારે અમદાવાદમાં સિઝનની સૌથી ગરમ દિવસ રહ્યો હતો.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 44.8 | 26.6 |
| ડીસા | 41.6 | 26.4 |
| ગાંધીનગર | 44.0 | 26.0 |
| વિદ્યાનગર | 40.7 | 24.8 |
| વડોદરા | 42.4 | 26.4 |
| સુરત | 34.3 | 27.4 |
| વલસાડ | – | – |
| દમણ | 34.2 | 26.0 |
| ભૂજ | 41.8 | 26.0 |
| નલિયા | 36.8 | 25.2 |
| કંડલા પોર્ટ | 36.6 | 26.5 |
| કંડલા એરપોર્ટ | 44.3 | 26.3 |
| અમરેલી | 44.5 | 23.4 |
| ભાવનગર | 41.6 | 25.0 |
| દ્વારકા | 33.4 | 27.1 |
| ઓખા | 34.6 | 27.0 |
| પોરબંદર | 37.1 | 22.4 |
| રાજકોટ | 44.9 | 25.8 |
| વેરાવળ | 32.5 | 27.2 |
| દીવ | 34.6 | 25.8 |
| સુરેન્દ્રનગર | 43.9 | 26.4 |
| મહુવા | 34.4 | 23.5 |
| કેશોદ | 42.0 | 25.4 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે રાજ્યમાં ગરમી વધી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે ગરમી અંગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું.