scorecardresearch
Premium

Gujarat weather update : ગુજરાતમાં ફરી ઉનાળામાં વરસાદની આગાહી, ગરમીમાં પણ વધારો, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Summer weather update : હવામાન વિભાગે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે.

Gujarat summer Weather update
ગુજરાતમાં ઉનાળો, વેધર અપડેટ્સ – photo – freepik

Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં થોડા દિવસથી ગરમીએ ફરી માથુ ઉચક્યું છે. અત્યારે પણ જોરદાર ગરમી પડવાની શરુ થઈ ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગઈ છે.

41.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યારે એક તરફ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 38 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 32.4 ડિગ્રીથી લઈને 41.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. વેરાવળમાં 32.4 ડિગ્રીથી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં તાપમાન વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાતો જાય છે ત્યારે અમદાવાદમાં તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

રાજ્યમાં આજે ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ઉનાળા વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.5 29.0
ડીસા38.3 28.5
ગાંધીનગર38.7 28.2
વિદ્યાનગર38.1 28.0
વડોદરા37.228.4
સુરત34.8 28.5
વલસાડ
દમણ35.627.4
ભૂજ37.9 27.4
નલિયા35.4 27.8
કંડલા પોર્ટ38.2 28.9
કંડલા એરપોર્ટ40.1 28.4
અમરેલી0024.8
ભાવનગર39.0 27.4
દ્વારકા34.6 28.9
ઓખા34.4 28.7
પોરબંદર34.0 27.8
રાજકોટ40.0 26.3
વેરાવળ32.4 29.4
દીવ33.5 28.5
સુરેન્દ્રનગર41.5 29.0
મહુવા34.2 26.3
કેશોદ36.2 26.8

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે આ વર્ષે તે 4 દિવસ વહેલું 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.

Web Title: Gujarat summer weather update summer rains predicted again in gujarat heat also increases ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×