Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે અને મે મહિનો શરું થશે. એટલે હવે ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાશે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી 24 કલાક બાદ ગરમીમાં હજી વધારો થવાની શક્યતાઓ સેવી છે.
ગુજરાતમાં મહત્તમમ તાપમાન 46 ડિગ્રી નજીક પહોંચ્યું
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે 32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. જેમાં 45.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આમ ગુજરાતમાં મહત્તમ તપામાન 46 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. જ્યારે દીવમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
રાજ્યના 9 જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
આઇએમડી અનુસાર ભુજમાં 41, નલિયામાં 35, કાંડલા (બંદર) માં 36, કાંડલા (એરપોર્ટ) માં 2, અમલીમાં 41, ભવનાગરમાં 32, દ્વારકામાં 33, ઓખામાં 33, સુરેન્દ્રનગર 42, મહૂવા માં 35, ગાંધીગરમાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનાગરમાં 40, બરોડામાં 39, સુરતમાં 36 અને દમણમાં 34 ડિગ્રી નોંધાઈ છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા લોકો
ગુજરાતમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 41.8 | 27.4 |
| ડીસા | 42.3 | 26.8 |
| ગાંધીનગર | 40.8 | 27.4 |
| વિદ્યાનગર | 39.9 | 25.8 |
| વડોદરા | 40.2 | 27.0 |
| સુરત | 34.2 | 27.3 |
| વલસાડ | – | – |
| દમણ | 33.8 | 25.4 |
| ભૂજ | 43.8 | 24.8 |
| નલિયા | 38.4 | 24.1 |
| કંડલા પોર્ટ | 36.7 | 26.0 |
| કંડલા એરપોર્ટ | 45.6 | 25.5 |
| અમરેલી | 43.5 | 22.6 |
| ભાવનગર | 37.2 | 25.6 |
| દ્વારકા | 32.5 | 26.9 |
| ઓખા | 32.8 | 27.0 |
| પોરબંદર | 35.0 | 25.4 |
| રાજકોટ | 44.4 | 24.4 |
| વેરાવળ | 32.4 | 26.2 |
| દીવ | 32.0 | 24.5 |
| સુરેન્દ્રનગર | 44.3 | 26.2 |
| મહુવા | 37.0 | 22.6 |
| કેશોદ | 39.4 | 24.4 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
24 કલાક બાદ ગરમી ભુક્કા બોલાવશે : હવામાન વિભાગ
વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતનું તાપમાન અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો 2 મે 2025 સુધીમાં 40-44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવાની અપેક્ષા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય જોકે, 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થશે. આમ આગામી દિવસોમાં ગરમી ભુક્કા બોલાશે. જોકે આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં લૂ ની કોઈ ચેતવણી આપી નથી.