Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં એક તરફ ઉનાળો આકરો બનતો જાય છે તો બીજી તરફ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં બેવડી ઋતુ જેવો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે તો બીજી તરફ મંગળવારે બપોરે ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક નવું અપડેટ આપ્યું હતું. કેરળમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ દેખાઈ રહી છે. આ સાથે જ સ્થાનિક હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું
રાજ્યમાં મે મહિનો પુરો થવા આવ્યો છે અને જૂન મહિનાથી રાજ્યમાં સોમાસું પણ બેસી જશે. જોકે, અત્યારે પણ ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 33.6 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું છે. 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી પહોંચ્યુ
રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન વધ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી પહોંચ્યું છે. શહેરોમાં બપોરના સમયે ગરમ ફૂંકાતા લોકો કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 41.0 | 29.5 |
| ડીસા | 40.2 | 30.1 |
| ગાંધીનગર | 40.5 | 28.8 |
| વિદ્યાનગર | 39.5 | 28.8 |
| વડોદરા | 39.0 | 28.8 |
| સુરત | 36.7 | 28.6 |
| વલસાડ | – | – |
| દમણ | 35.0 | 28.6 |
| ભૂજ | 40.2 | 27.6 |
| નલિયા | 35.5 | 27.8 |
| કંડલા પોર્ટ | 37.2 | 28.5 |
| કંડલા એરપોર્ટ | 42.0 | 28.3 |
| અમરેલી | 40.9 | 27.0 |
| ભાવનગર | 38.6 | 30.2 |
| દ્વારકા | 33.6 | 29.0 |
| ઓખા | 35.8 | 29.1 |
| પોરબંદર | 35.2 | 28.0 |
| રાજકોટ | 41.3 | 26.8 |
| વેરાવળ | 33.8 | 29.5 |
| દીવ | 35.1 | 27.5 |
| સુરેન્દ્રનગર | 40.8 | 29.8 |
| મહુવા | 36.4 | 27.3 |
| કેશોદ | 37.1 | 27.8 |
આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
આજે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉનાળા વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા નોંધાઈ છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.