Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, હીટવેવની આગાહી, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં ગરમી વધતી રહે છે ત્યારે ગુજરાતમાં અત્યારે ગરમી 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. સુર્ય નારાયણ આકાશમાંથી અગન જવાળાઓ વરસાવી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રસ્તાઓ ઉપર ચહલ પહલ ઓછી થઈ ગઈ હતી. આગામી 24 કલાકમાં ગરમી યથાવત રહેશે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાઈ
ગુજરાતમાં અત્યારે ગરમી વધી રહી છે ત્યારે હવમાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. રાજ્યમાં 32 ડિગ્રીથી લઈને 44.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ સતત ત્રણ દિવસથી સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં ગરમીમાં આંશિક ઘટાડો
એક તરફ ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. એક સમયે 43 ડિગ્રી પહોંચેલું તાપમાન ઘટીને 41.8 ડિગ્રી નોંધાયું હતું.જોકે અમદાવાદમાં બપોરના સમયે કાળઝાળ નોંધાઈ રહી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 41.8 | 25.9 |
| ડીસા | 40.2 | 25.9 |
| ગાંધીનગર | 41.0 | 25.5 |
| વિદ્યાનગર | 39.7 | 25.5 |
| વડોદરા | 39.8 | 26.2 |
| સુરત | 35.6 | 26.8 |
| વલસાડ | – | – |
| દમણ | 33.6 | 25.6 |
| ભૂજ | 41.4 | 24.4 |
| નલિયા | 35.0 | 23.5 |
| કંડલા પોર્ટ | 35.5 | 25.0 |
| કંડલા એરપોર્ટ | 44.6 | 24.4 |
| અમરેલી | 42.5 | 21.6 |
| ભાવનગર | 38.4 | 24.1 |
| દ્વારકા | 32.0 | 26.6 |
| ઓખા | 32.6 | 26.4 |
| પોરબંદર | 34.4 | 21.0 |
| રાજકોટ | 42.9 | 23.6 |
| વેરાવળ | 31.9 | 25.3 |
| દીવ | 32.2 | 23.4 |
| સુરેન્દ્રનગર | 43.3 | 25.4 |
| મહુવા | 37.4 | 21.1 |
| કેશોદ | 38.0 | 23.6 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
હીટવેવ યલો એલર્ટ જારી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. IMD અનુસાર, આજે 18 એપ્રિલે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.