Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો :ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમસીમા નજીક પહોંચી ગયું છે. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમ પવન ફૂંકાવાના કારણે લૂ અને સનસ્ટ્રોકના કેસોમાં પણ વધારો જણાઈ રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 24 કલાક માટે હજી પણ આકાશમાંથી આગ વરસશે.
સતત કેટલાક દિવસોથી કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર
ગુજરાતમાં દિવસે ને દિવસ ગરમી વધી રહે છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 31.6 ડિગ્રીથી લઈને 43.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ 43.8 ડિગ્રી મહત્તમ તામપાન સાથે કંડલા સતત કેટલાક દિવસથી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ રાજ્યનું સૌથી બીજું ગરમ શહેર
ગુજરાતમાં વધતા જતા તાપમાન વચ્ચે અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થતો રહે છે. અમદાવાદમાં તાપમાન વધીને 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં બપોરે સુરત દાદા આકાશમાંથી આગ ઓકી રહ્યા છે. ભીષણ ગરમીના કારણે લોકો તોબા પોકારી ગયા છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 42.6 | 26.0 |
| ડીસા | 41.6 | 25.5 |
| ગાંધીનગર | 41.6 | 25.6 |
| વિદ્યાનગર | 40.3 | 25.5 |
| વડોદરા | 40.6 | 26.6 |
| સુરત | 36.4 | 26.6 |
| વલસાડ | – | – |
| દમણ | 36.8 | 25.2 |
| ભૂજ | 41.0 | 25.7 |
| નલિયા | 36.0 | 21.5 |
| કંડલા પોર્ટ | 38.0 | 25.0 |
| કંડલા એરપોર્ટ | 43.8 | 24.8 |
| અમરેલી | 00 | 23.0 |
| ભાવનગર | 41.2 | 24.4 |
| દ્વારકા | 31.6 | 26.3 |
| ઓખા | 32.8 | 26.2 |
| પોરબંદર | 35.2 | 22.0 |
| રાજકોટ | 42.8 | 24.4 |
| વેરાવળ | 31.3 | 25.5 |
| દીવ | 34.5 | 23.6 |
| સુરેન્દ્રનગર | 42.5 | 25.4 |
| મહુવા | 00 | 20.6 |
| કેશોદ | 39.7 | 24.3 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
24 કલાક ગુજરાતમાં આકાશમાંથી આગ વરસશે
એપ્રીલ મહિનો અડધો થવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ઉનાળો આકરો બની રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.