scorecardresearch
Premium

Gujarat weather update : ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરુ, તાપમાન ફરી 44 ડિગ્રી નજીક પહોંચ્યું, હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Summer weather update : રાજ્યમાં થોડા દિવસ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થયો હતો. જેના પગલે તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચ્યું હતું.

Gujarat summer weather heatwave forecast
ગુજરાતમાં ઉનાળો – photo – freepik

Gujarat Summer weather update, red alert, ગુજરાત વેધર, હીટવેવની આગાહી, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં થોડા દિવસ ગરમીમાંથી રાહત મળ્યા બાદ હવે ફરીથી ગરમીનો રાઉન્ડ શરુ થયો છે. હવે તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં થોડા દિવસ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે રવિવારે મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થયો હતો. જેના પગલે તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થશે.

ગુજરાતમાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તપામાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયા હતા. ગુજરાતમાં 31.3 ડિગ્રીથી લઈને 43.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તપામાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગમર શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ફરી તાપમાન 41 ડિગ્રીની પાર

ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની હીટવેવ પણ શરૂ થઈ ગઈ હતી. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રી પાર ગયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 41.6 ડિગ્રી મહત્તમ સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રી વટાવીને 41.5 ડિગ્રી પહોંચ્યું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ41.6 26.0
ડીસા40.2 25.1
ગાંધીનગર41.5 28.0
વિદ્યાનગર38.9 26.4
વડોદરા39.6 26.8
સુરત34.526.2
વલસાડ
દમણ33.4 25.2
ભૂજ40.9 24.4
નલિયા36.2 23.0
કંડલા પોર્ટ37.6 25.2
કંડલા એરપોર્ટ43.6 24.7
અમરેલી42.0 23.2
ભાવનગર38.2 23.4
દ્વારકા31.3 26.2
ઓખા32.8 25.6
પોરબંદર35.0 23.4
રાજકોટ42.7 23.2
વેરાવળ31.8 26.2
દીવ34.1 24.3
સુરેન્દ્રનગર42.3 25.0
મહુવા35.4 21.6
કેશોદ40.0 23.2

ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી પાંચ દિવસ તાપમાન વધશે: IMD

ગુજરાતમાં થોડા દિવસ તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે, હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે. ત્યારે આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે. એટલેકે આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીની સપાટી વટાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે બે દિવસ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

Web Title: Gujarat summer weather update heat wave begins in gujarat temperature again reaches close to 44 degrees ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×