Gujarat Summer weather update, ગુજરાતમાં ઉનાળો : ગુજરાતમાં અત્યારે ઉનાળો એકદમ જામી ગયો છે તો બીજી તરફ ચોમાસા જેવો માહોલ પણ સર્જાયો છે. ભરઉનાળે ગુજરાતમાં ચોમાસું બેઠું હોય એવો માહોલ સર્જાયો હતો. સોમવારે મોટાભાગના વિસ્તારોમાં આંધૂતૂફાન સાથે વરસાદ પડ્યો હતો. ઠંડા પવનો અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
પાંચ દિવસ આંધી તૂફાન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અત્યારે ઉનાળા વચ્ચે ચોમાસાનો માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે મોટાભાગના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં પવનની ગતિ 60-70 પ્રતિ કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 38.7 | 27.0 |
| ડીસા | 36.7 | 23.3 |
| ગાંધીનગર | 38.0 | 25.5 |
| વિદ્યાનગર | 38.7 | 27.8 |
| વડોદરા | 37.4 | 28.4 |
| સુરત | 33.8 | 27.9 |
| વલસાડ | – | – |
| દમણ | 34.0 | 26.8 |
| ભૂજ | 37.4 | 27.6 |
| નલિયા | 35.0 | 28.0 |
| કંડલા પોર્ટ | 36.0 | 28.0 |
| કંડલા એરપોર્ટ | 37.6 | 27.6 |
| અમરેલી | 39.0 | 25.0 |
| ભાવનગર | 39.2 | 27.3 |
| દ્વારકા | 32.3 | 28.2 |
| ઓખા | 33.8 | 28.6 |
| પોરબંદર | 34.5 | 27.5 |
| રાજકોટ | 39.8 | 26.1 |
| વેરાવળ | 32.7 | 28.3 |
| દીવ | 32.9 | 27.8 |
| સુરેન્દ્રનગર | 39.4 | 28.0 |
| મહુવા | 34.2 | 26.9 |
| કેશોદ | 35.8 | 27.2 |
ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ઠંડા પવનો ફૂંકાવાની સાથે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો
ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો થતાં વરસાદી માહોલ જામ્યો છે. સોમવારે મોડી સાંજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. જેના પગલે કાળઝાળ ગરમીમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો.