Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદે થોડા દિવસના આંશિક વિરામ બાદ ફરીથી ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે વરસાદે પણ ધમધોકાર વરસી રહ્યો છે. હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના કૂલ 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટ જિલ્લાના લોધિકા અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે રાજ્યમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 10 જુલાઈ 2024, બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં કૂલ 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર સોમનાથના વેળાવરમાં 15 એમએમ અને જૂનાગઢના માલિયા હાટિનામાં 14 એમએમ વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| ગીર સોમનાથ | વેરાવળ | 15 |
| જૂનાગઢ | માલિયા હાટિના | 14 |
| અમરેલી | ઝાફરાબાદ | 7 |
| દાહોદ | ફતેપુરા | 6 |
| ભરૂચ | હાંસોટ | 6 |
| જૂનાગઢ | મેંદરડા | 4 |
| જૂનાગઢ | કેશોદ | 3 |
| જૂનાગઢ | માંગરોળ | 3 |
| ભરૂચ | વગ્રા | 3 |
| ગીર સોમનાથ | તાલાલા | 3 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 3 |
| મહિસાગર | ખાનપુર | 3 |
| રાજકોટ | ગોંડલ | 2 |
| આણંદ | પેટલાદ | 2 |
આજે બુધવારે સવારે 6થી 10 વાગ્યા વચ્ચેનો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં માત્ર છ તાલુકામાં વરસાદ પડ્યો હતો. એમાં પણ આ વિસ્તારોમાં બે એમએમથી લઈને 15 એમએમ સુધી જ વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| ગીર સોમનાથ | વેરાવળ | 15 |
| દાહોદ | ફતેપુરા | 6 |
| ભરૂચ | હાંસોટ | 6 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 3 |
| મહિસાગર | ખાનપુર | 3 |
| આણંદ | પેટલાદ | 2 |
ગુજરાત વરસાદ : 24 કલાકમાં લોધિકા અને ગીર સોમનાથમાં પાંચ ઈંચ વરસાદ
હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના કૂલ 162 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 24 કલાકના સમયમાં રાજકોટ જિલ્લાના લોધિકા અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સૌથી વધારે પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઠના વંથલીમં સાડા ચાર ઈંચ અને માણાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માલિયા હટિનામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાત વરસાદ : 22 તાલુકામાં બેથી ચાર ઈંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં 22 તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી ચાર ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| જૂનાગઢ | માલિયા હાટિના | 101 |
| બનાસકાંઠા | ભાભર | 99 |
| ગીર સોમનાથ | તાલાલા | 89 |
| જૂનાગઢ | કેશોદ | 87 |
| જૂનાગઢ | મેંદરડા | 87 |
| અમરેલી | લાઠી | 87 |
| રાજકોટ | ધોળાજી | 85 |
| દ્વારકા | ભાનવડ | 84 |
| પોરબંદર | રાણાવાવ | 79 |
| ખેડા | મહેમદાબાદ | 73 |
| સુરેન્દ્રનગર | ચોટિલા | 70 |
| અમરેલી | બગસરા | 69 |
| કચ્છ | નખત્રણા | 69 |
| કચ્છ | અંજાર | 61 |
| પોરબંદર | પોરબંદર | 60 |
| ખેડા | માતર | 59 |
| રાજકોટ | જામકંડોરમા | 57 |
| કચ્છ | ગાંધીધામ | 57 |
| ખેડા | ખેડા | 55 |
| પોરબંદર | કુતિયાણા | 54 |
| જૂનાગઢ | વિસાવદર | 53 |
| જૂનાગઢ | માંગરોળ | 52 |
| કચ્છ | અબડાસા | 49 |

ગુજરાત વરસાદ : 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ- અમદાવાદની શાન એલિસબ્રિજ : કોણે બનાવ્યો હતો? કેવી રીતે એલિસબ્રિજ નામ મળ્યું? શું છે તેનો ઈતિહાસ?
ગુજરાત વરસાદ : 20 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદના આંકડ પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 20 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં એક અને બે એમએમ જેટલો જ વરસાદ નોંધાયો હતો. આ 20 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એ જાણવા માટે ઉપર આપેલી પીડીએફ જુઓ.