Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. દરરોજ ભારે વરસાદની આગાહીઓ પણ થઈ રહી છે. ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદ પડી ચૂક્યો છે. જોકે, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
શનિવારે સવારે બે કલાકમાં વલસાડના ધરમપુરમાં એક ઇંચ વરસાદ
સ્ટેટ ઇમરન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે શનિવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાત વરસાદ : સુરતના ઉમેરપાડામાં 5 ઇંચ અને નવસારીમાં સાડા ચાર ઈંચ વરસાદ
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.વલસાડના કપરડામાં પણ સાડા ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં પણ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના પારડી અને સુરતના ખેરગામમાં ચાર ઈંચ રસાદ નોંધાયો હતો.
ગુજરાત વરસાદ : આ વિસ્તારમાં નોંધાયો બેથી ચાર ઈંચ વરસાદ
તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 20 તાલુકામાં બે ઈંચથી લઈને 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| વલસાડ | પારડી | 100 |
| સુરત | કામરેજ | 100 |
| ભાવનગર | વલ્લભીપુર | 88 |
| તાપી | ડોલવાન | 86 |
| નર્મદા | તિલકવાડા | 84 |
| ભાવનગર | ઉમરાલા | 77 |
| વલસાડ | ધરમપુર | 74 |
| સુરત | બારડોલી | 73 |
| નવસારી | ચિખલી | 71 |
| સુરત | મહુવા | 65 |
| ડાંગ | વઘઈ | 65 |
| તાપી | વાલોદ | 63 |
| તાપી | વ્યારા | 63 |
| નવસારી | નવસારી | 62 |
| સુરત | સુરત શહેર | 58 |
| સુરત | માંગરોલ | 56 |
| ભરૂચ | નેત્રંગ | 55 |
| તાપી | સોનગઢ | 54 |
| નવસારી | જલાલપોર | 52 |
24 કલાકમાં ગુજરાત વરસાદના આંકડા
તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 131 તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં આપેલ પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધયો.
ગુજરાત વરસાદ આગાહી : ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે અત્યંત ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે.
આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.