Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું બરોબર જામી ગયું છે. રોજરોજ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આપેલી ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 48 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે તાપીના ડોલવાનમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગુજરાત વરસાદઃ આ વિસ્તારોમાં એકથી સાડા ત્રણ ઈંચ વચ્ચે વરસાદ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં કૂલ 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકામાં એક ઈંચથી સાડા ત્રણ ઈંચ વચ્ચેના વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| ડાંગ | વઘઈ | 87 |
| ડાંગ | આહવા | 74 |
| નવસારી | વાંસદા | 69 |
| ડાંગ | સુબિર | 69 |
| વલસાડ | ધરમપુર | 65 |
| વલસાડ | કપરાડા | 47 |
| નવસારી | ખેરગામ | 47 |
| વલસાડ | પારડી | 28 |
ગુજરાત વરસાદઃ ક્યાં કેટલો વરસાદ પડ્યો
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં કૂલ 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ પડ્યો.
આ પણ વાંચોઃ- ગુજરાત વરસાદ આગાહી : રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાત વરસાદ : 13 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં કૂલ 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 13 તાલુકામાં વરસાદે માત્ર હાજરી જ પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં માત્ર એક અને બે એમએમ વરસાદ પડ્યો હતો. આ તાલુકાઓની વાત કરીએ તો ભરૂચ, ઝઘડિયા, બારોડલી, મેઘરજ, બાયડ, જાંબુસર, નેત્રગ, ધનસુરા, ધાનપુર, નિઝર, માંડવી, વિસનગર, દેવગઢ બારિયાનો સમાવેશ થાય છે.
આ જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 7 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 7 જિલ્લા અને 2 કેન્દ્ર સાશિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારની વાત કરીએ તો સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને વલસાડ ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણમાં આજના દિવસે ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.