Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું આગળ વધતું જાય છે તેમ તેમ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં વરસાદ પડી ચૂક્યો છે. પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાઉન્ડ લગાવ્યા બાદ હવે મેઘ રાજા ઉત્તર ગુજરાતમાં ચક્કર લગાવી રહ્યા છે. હવામાન વિભાગે જાહેર કરેલ આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ જેટલો નોંધાયો હતો.
મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાનિ બેટિંગ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 5 જુલાઈ 2024, શુક્રવારે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાનિ બેટિંગ શરુ કરી દીધી છે. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં નર્મદાના તિલકવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
આજે સવારે 6થી 12 વચ્ચે ગુજરાતના 68 તાલુકામાં વરસાદ પડ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે 5 જુલાઈ 2024, શુક્રવાર સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 68 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડા અને નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.
આજે સવારે 6થી 10 વચ્ચે ગુજરાતના 50 તાલુકામાં વરસાદ પડ્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ પૈકી સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં ત્રણ ઈંચ જેટલો પડ્યો હતો. ત્યારબાદ વલસાડના કપરાડામાં સવા બે ઈંચ અને નવસારીના વાંસદામાં બે ઈંચ જેટલો પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ સવારે 6થી 10 વચ્ચે ક્યાં કેટલો વરસાદ પડ્યો.
ગુજરાત વરસાદ : બનાસકાંઠાના દાંતા અને વડગામમાં ભારે વરસાદ
તંત્ર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં આઠ ઈંચ અને વડગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.
બનાસકાંઠામાં 24 કલાકમાં પડેલો વરસાદ
| તાલુકો | વરસાદ (MM) |
| અમિરગઢ | 8 |
| દાંતા | 202 |
| પાલનપુર | 47 |
| વડગામ | 100 |
26 તાલુકામાં નોંધાયો એક ઈંચથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 26 તાલુકા એવા છે જ્યાં એક ઈંચથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
| મહિસાગર | કડાણા | 84 |
| પંચમહાલ | શેહરા | 71 |
| નર્મદા | તિલકવાડા | 67 |
| મહિસાગર | ખાનપુર | 57 |
| ખેડા | કઠલાલ | 51 |
| ખેડા | ગળતેશ્વર | 49 |
| બનાસકાંઠા | પાલનપુર | 47 |
| તાપી | કુકરમુંડા | 47 |
| વલસાડ | કપરાડા | 45 |
| ખેડા | ઠાસરા | 45 |
| સુરત | ઉમરપાડા | 40 |
| નર્મદા | નાંદોડ | 39 |
| ભરૂચ | ઝઘડિયા | 34 |
| સુરત | સુરત શહેર | 32 |
| વલસાડ | ઉમરગામ | 31 |
| સાબરકાંઠા | ખેડબ્રહ્મા | 31 |
| પંચમહાલ | હાલોલ | 31 |
| મહેસાણા | સતલાસણા | 30 |
| દાહોદ | સિંગવાડ | 29 |
| પાટણ | સિદ્ધપુર | 27 |
| મહિસાગર | બાલાસિનોર | 27 |
| છોટાઉદેપુર | નસવાડી | 25 |
| ભરૂચ | અંકલેશ્વર | 24 |
| નર્મદા | ગરુડેશ્વર | 24 |
| સાબરકાંઠા | વડાલી | 24 |
29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી
હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 29 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકામાં એક અને બે એમએમ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના 141 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદનાં આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ.
ગુજરાતના આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર આજે 5 જુલાઈ 2024, શુક્રવારના રોજ ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે