Gujarat Rain Updates, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદનું આગમ થઈ ગયું છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને નવસારી અને વલસાડમાં સૌથી વધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આપેલા છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે નવસારી અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાડ પડ્યો હતો.
24 કલાકમાં વલસાડના ઉમરગામમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધારે 66 એમએમ એટલે કે અઢી ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલસાડ શહેરમાં પણ બે ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. વાપીમાં એક ઈંચથી વધારે જ્યારે પારડીમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
24 કલાકમાં નવસારીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નવસારી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો હતો. જેમાં ખાસ કરીને ચીખલીમાં 20 એમએમ એટલે કે પોણા ઈંચ કરતા વધારે વરસાદ નોધાયો હતો. ત્યારબાદ જલાલપોરમાં લોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. નવસારીમાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં 7 એમએમ, ખેરગામમાં 5 એમએમ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
| જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
| વલસાડ | ઉમરગામ | 66 |
| જિલ્લો | તાલુકો | 56 |
| વલસાડ | ઉમરગામ | 35 |
| જિલ્લો | તાલુકો | 34 |
| વલસાડ | ઉમરગામ | 28 |
| જિલ્લો | તાલુકો | 27 |
| વલસાડ | ઉમરગામ | 24 |
| નવસારી | ચિખલી | 20 |
| ડાંગ | આહવા | 13 |
| ભરૂચ | વાલિયા | 12 |
| સુરત | ઓલપાડ | 11 |
| ગીર સોમનાથ | વેરાવળ | 7 |
| નવસારી | ગણદેવી | 7 |
| વલસાડ | કપરાડા | 5 |
| નવસારી | ખેરગામ | 5 |
| વડોદરા | કરજણ | 5 |
| સુર | બારડોલી | 5 |
| સુરત | કામરેજ | 5 |
| ભરૂચ | હાંસોટ | 4 |
| સુરત | સુરત શહેર | 5 |
| અમરેલી | ખાંભા | 4 |
| જૂનાગઢ | મેંદરડા | 3 |
| સુરત | ચોરાસી | 3 |
| વલસાડ | ધરમપુર | 3 |
| ગીર સોમનાથ | તાતાલા | 2 |
| ભાવનગર | તળાજા | 2 |
| સુરત | મહુવા | 2 |
| ડાંગ | વઘઈ | 2 |
| અમદાવાદ | વિરમગામ | 2 |
| તાપી | વ્યારા | 2 |
| અમરેલી | ઝાફરાબાદ | 1 |
| ભરૂચ | વાગ્રા | 1 |
| ગીર સોમનાથ | ગીર ગઢડા | 1 |
| નર્મદા | દેડિયાપાડા | 1 |
| સુરેન્દ્રનગર | દસાડા | 1 |
આ પણ વાંચો
- ગાંધીનગર : માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે
- Gujarat: રેલવે ટ્રેક પર સિંહની જાનહાની ટળી, ગુજરાત વન વિભાગની સરાહનીય કામગીરી
રાજ્યના 24 તાલુકામાં 10 એમએમ કરતા પણ ઓછો વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે નવસારી અને વલસાડ જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, 35 તાલુકા પૈકી 24 તાલુકાઓમાં 10 એમએમ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.