Gujarat Rain Updates, Gujarat Weather news, Rain news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદે જાણે બ્રેક લીધી હોય એવું લાગી રહ્યું છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ વરસાદના નામે માત્ર આશા જ દેખાઈ રહી છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના માત્ર 9 જિલ્લાના એક બે તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. બાકીના બધા જિલ્લા કોરા ધાકોર રહ્યા છે.
રાજ્યના કૂલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 11 તાલુકામાં અડધો ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 47 પૈકી 36 તાલુકામાં માત્ર નામ પુરતો વરસાદ નોંધાયો છે.સૌથી વધારે વરસાદની વાત કરીએ તો બોટાદ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં કૂલ 31 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યના કૂલ 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આપેલી પીડીએફમાં જુઓ સવારે 10થી 12 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
સુરતના કામરેજમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 11 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા દરમિયાન કૂલ 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને વરસાદે સુરત જિલ્લામાં ધબધબાટી બોલાવી દીધી છે. ચાર કલાકમાં સુરતના કામરેજમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજકોટના ઉપલેટામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાત વરસાદ : આજે ગુરુવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી બે કલાકમાં 16 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આકડા પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં કૂલ 16 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| સુરત | સુરત શહેર | 19 |
| ભરૂચ | અંકલેશ્વર | 9 |
| ભરૂચ | હાંસોટ | 9 |
| સુરત | કામરેજ | 8 |
| ભરૂચ | ઝઘડિયા | 6 |
| સુરત | ઓલપાડ | 5 |
| સુરત | ચોરાસી | 4 |
| વલસાડ | ઉમરગામ | 3 |
| રાજકોટ | ઉપલેટા | 2 |
| આણંદ | ઉમરેઠ | 2 |
| ભરૂચ | ભરૂચ | 2 |
| છોટા ઉદેપુર | બોડેલી | 2 |
| આણંદ | પેટલાદ | 1 |
| ખેડા | ઠાસરા | 1 |
| ભરૂચ | નેત્રંગ | 1 |
| છોટાઉદેપુર | જેતપુર પાવી | 1 |
ગુજરાત વરસાદ : 11 તાલુકામાં અડધો ઈંચથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો
| જિલ્લો | તાલુકો | વરસાદ (mm) |
| બોટાદ | બોટાદ | 47 |
| સુરેન્દ્રનગર | દસાડા | 40 |
| મોરબી | ટંકારા | 29 |
| છોટા ઉદેપુર | બોડેલી | 18 |
| અમરેલી | લિલિયા | 15 |
| ગીર સોમનાથ | વેરાવળ | 15 |
| જૂનાગઢ | માલિયા હાટિના | 14 |
| દેવભૂમી દ્વારકા | ભાનવડ | 14 |
| અમરેલી | કુંકાવાવ વાડિયા | 13 |
| અમરેલી | ખાંભા | 12 |
| મહેસાણા | બેચરાજી | 12 |
આ પણ વાંચોઃ- Dwarka Mass Suicide Case: દ્વારકામાં 1 જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત, રેલવે ફાટક પાસે કર્યું વિષપાન
ગુજરાત વરસાદ : 9 જિલ્લા સિવાય ગુજરાત બધા જિલ્લા કોરા ધારોક
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન કુલ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આ 11 તાલુકા સિવાય બાકીના તાલુકામાં માત્ર નામ પુરતો જ વરસાદ પડ્યો હતો. જ્યારે બાકીના જિલ્લામાં વરસાદના નામે આશા જ રહી હતી. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાત વરસાદ : આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 11 જુલાઈ 2024, ગુરુવારે રાજ્યના 20 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરંબદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે.