Gujarat Rain, Valsad Heavy Rain, ગુજરાત વરસાદ, વલસાડ ભારે વરસાદ : આજે દક્ષિણ ગુજરાતમાં મેઘારાજા મહેરબાન થયા હોય એમ લાગે છે. વલસાડ અને આજુ બાજુના વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ચોમાસું જાણે આળસ મરડીને ઊભું થયું હોય એમ સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં મેઘરાજાની સવારથી જ દેધનાધન ચાલી રહી છે. વલસાડના વાપીમાં સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 43 એમએમ એટલે કે આશરે બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
વલસાડના વાપીમાં ચાર કલાકમાં બે ઈંચ વરસાદ
આજે 22 જૂન 2024, શનિવારના દિવસે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સવારથી જ ભારે વરસાદ વરસરી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે સવારે 6 વગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધી ચાર વાગ્યા સુધીમાં વાપીમાં 43 એમએમ, વલસાડમાં 36 એમએમ પડ્યો હતો. વલસાડમાં સવારે 8 વાગ્યાથી 10 વાગ્ય સુધીમાં જ 31 એમએમ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત પારડીમાં 12 એમએમ, કપરાડામાં 18 એમએમ, ધરમપુરમાં 7 એમએમ વરસાદ પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની મહેર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે શનિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં 43 એમએમ વરસાદ ખાબક્યો હતો. સુરતના ચોરાસી અને ડાંગના વઘઈમાં પણ વરસાદ પડ્યો હતો.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| વલસાડ | વાપી | 43 |
| વલસાડ | વલસાડ | 36 |
| વલસાડ | કપરાડા | 18 |
| વલસાડ | પારડી | 12 |
| વલસાડ | ધરમપુર | 7 |
| સુરત | ચોરાસી | 3 |
| ડાંગ | વઘઈ | 2 |
આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા , ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વંટોળ સાથે વરસાદ પડશે.
આ પણ વાંચો
- એક કોલ અને NEET પેપર લીક કૌભાંડનો પર્દાફાશ, જાણો અધૂરી કહાનીથી કેવી રીતે થયો કૌભાંડનો પર્દાફાશ
- ખેડૂત લોન માફી :ખેડૂતો માટે મોટી રાહત, સરકારે માફ કરી બે લાખ રૂપિયા સુધીની લોન
આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.