Gujarat Rain Updates, Rain forecast, ગુજરાત વરસાદ, વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં મેઘરાજાની મહેર વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપીમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતના 35 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ જેટલો પડ્યો તો. ત્યારબાદ ખેડાના નડિયાદમાં પણ આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજના દિવસે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 21 જૂન 2024, શુક્રવારના દિવસ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના દાહોદ, પંમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| વલસાડ | કપરાડા | 33 |
| ખેડા | નડિયાદ | 33 |
| સુરત | ચોરાસી | 22 |
| વલસાડ | ઉમરગામ | 21 |
| તાપી | કુકારમુંડા | 15 |
| નવસારી | જલાલપોર | 14 |
| ખેડા | માતર | 11 |
| નર્મદા | નાંદોદ | 10 |
| વલસાડ | વાપી | 9 |
| સુરત | ઓલપાડ | 9 |
| મહેસાણા | જોટાણા | 9 |
| તાપી | નિઝર | 7 |
| અમદાવાદ | ધોળકા | 6 |
| ભરૂચ | નેત્રંગ | 6 |
| નવસારી | ચીખલી | 5 |
| સુરત | માાંડવી | 5 |
| વલસાડ | પારડી | 4 |
| નવસારી | નવસારી | 4 |
| ખેડા | ખેડા | 4 |
| સુરત | પલસાણા | 4 |
| ભરૂચ | વાલિયા | 3 |
| વલસાડ | વલસાડ | 3 |
| ભરૂચ | આમોદ | 3 |
| નર્મદા | તિલાકવાડા | 3 |
| તાપી | ઉચ્છલ | 3 |
| નવસારી | ગણદેવી | 2 |
| સુરત | સુરત શહેર | 2 |
| ખેડા | વાસો | 2 |
| આણંદ | સોજીત્રા | 2 |
| પાટણ | હારીજ | 2 |
| સુરત | માંગરોલ | 1 |
| સુરત | મહુવા | 1 |
| ખેડા | મહેમદાવાદ | 1 |
| સુરેન્દ્રનગર | લિમડી | 1 |
| છોટા ઉદેપુર | નસવાડી | 1 |
અમદાવાદમાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગે જાહેર કરેલી આજની આગાહી પ્રમાણે અમદાવાદમાં આજના દિવસે વરસાદના કોઈ અણસાર નથી. જોકે, અમદાવાદનું આકાશ વાદળોથી ઘેરાયેલું છે. AccuWeather.com પ્રમાણે આજે 21 જૂન 2024, શુક્રવારના દિવસે અમદાવાદનું લઘુતમ તાપમાન 31 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. પવનની ગતિ 21 કિલોમીટર પ્રતિકલાકની રહેશે જ્યારે હવામાન ભેજનું પ્રમાણ 66 ટકા છે. આકાશમાં 44 ટકા ભાગ વાદળોથી ઘેરાયેલો છે.
સુરેન્દ્રનગર બન્યું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુરુવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ 41.5 ડિગ્રી સાથે વિદ્યાનગર બીજા સ્થાન અને 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ ત્રીજા સાથે રહ્યું હતું. જ્યારે 41 ડિગ્રી સાથે ગાંધીનગર ચોથા સ્થાને રહ્યું હતું. એકંદરે ગુરુવારે ગુજરાતમાં ગરમીનો મહત્તમ પારો 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.