Gujarat Rain Updates, Rain forecast, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું તો બેશી ગયું છે અને ઠેકઠેકાણે વરસાદ પણ પડી રહ્યો છે પરંતુ ચોમાસું નબળું પડ્યું હોય એમ લાગી રહ્યું છે. દિવસે દિવસે વરસાદની માત્રા ઓછી થતી જાય છે. 24 કલાકમાં માંડ દોઢ ઈંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. અને વિસ્તારમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં ગુજરાતના 30 જીલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના વલ્લભીપુરમાં 37 એમએમ એટલે કે આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
24 કલાકમાં 30માંથી 20 તાલુકામાં 10 અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 30 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં માત્ર બે તાલુકામાં એક ઈંચ અને તેનાથી વધારે વરસાદ પડ્યો હતો. આ બે તાલુકાની વાત કરીએ તો સૌથી વધારે ભાવનગરના વલ્લભીપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોટાદના રાણપુરમાં 22 એમએમ એટલે આશરે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ 20 તાલુકા એવા છે જેમાં 1 એમએમથી લઈને 8 એમએમ સુધી વરસાદ નોંધાયો હતો.
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) |
| ભાવનગર | વલ્લભીપર | 37 |
| બોટાદ | રાણપુર | 22 |
| નવસારી | ચીખલી | 20 |
| ભાવનગર | ઉમરાલા | 19 |
| વરસાડ | પારડી | 19 |
| સુરેન્દ્રનગર | ચુડા | 19 |
| છોટાઉદેપુર | ક્વાંટ | 15 |
| ભાવનગર | ભાવનગર | 15 |
| સુરત | ઓલપાડ | 14 |
| બોટાદ | બોટાદ | 14 |
| વલસાડ | વાપી | 13 |
| આણંદ | સોજીત્રા | 8 |
| બોટાદ | ભરવાલા | 8 |
| ભાવનગર | જેસર | 7 |
| ભાવનગર | સિહોર | 7 |
| વલસાડ | કપરાડા | 6 |
| નવસારી | ખેરગામ | 6 |
| અમરેલી | બાબરા | 6 |
| બોટાદ | ગઢડા | 6 |
| ભાવનગર | ઘોઘા | 4 |
| ભાવનગર | પાલિતાણા | 3 |
| વલસાડ | વલસાડ | 3 |
| ખેડા | મહેમદાબાદ | 3 |
| ભાવનગર | તળાજા | 2 |
| આણંદ | તારાપુર | 2 |
| વલસાડ | ઉમરગામ | 2 |
| રાજકોટ | વિંછીયા | 2 |
| અમદાવાદ | ધંધુકા | 2 |
| ખેડા | નડિયાદ | 2 |
| નવસારી | વાંસદા | 1 |
આજે અમદાવાદમાં વરસાદ પડશે?
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જોકે, આકાશના વાદળો અને છેલ્લા કેટલાય દિવસના વરસાદના આંકડા જોઈએ તો હજી અમદાવાદના લોકોને વરસાદની રાહ જોવી પડશે. જોકે, હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે.

આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા , ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વંટોળ સાથે વરસાદ પડશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
આ પણ વાંચો
- ટ્રેન મુસાફર આનંદો! મહેસાણા, અમદાવાદ, વડોદરા સહિતની ડેમુ, મેમૂ, પેસેન્જર ટ્રેનો ફરી દોડશે
- વડોદરા : સ્કૂલ વાન માંથી બે બાળકીઓ રોડ પર પટકાઈ, રૂવાંડા ઉભા કરતો VIDEO વાયરલ
ચોમાસા વચ્ચે ગુજરાતમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ
એક તરફ ગુજરામાં ચોમાસું બેસી ગયું છે તો બીજી તરફ ગરમીએ પણ પોતાની પક્કડ યથાવત રાખી છે. હવામાન વિભાગે જાહેર કરેલી ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારના દિવસે મહત્તમ ગરમી 40 ડિગ્રી આસપાસ રહી હતી. જેમાં 41.7 ડિગ્રી સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.1 ડિગ્રી સાથે રાજકોટ બીજા ક્રમે રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 40.9 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ભાવનગરમાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં 403 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.