Gujarat Rain Live Update : ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે. રવિવારની વહેલી સવારથી જ ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી 9,613 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, અને 207 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મહિસાગર, સાબરકાંઠા, અરવલી અને ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજ્યના મધ્ય અને ઉત્તરીય ભાગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બાજુ નર્મદા નદીનું દળસ્તર ખતરાની નિશાને પાર થઈ ગયું છે, જેને પગલે આજુ બાજુ ભરૂચ, અંકલેશ્વર, વાગરાના અનેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીના પાણી ફરી વળતા અમદાવાદ મુંબઈ રેલવે વ્યવહારને પણ અસર થઈ છે. અનેક ટ્રેનો રદ કરવી પડી છે, તો રોડ માર્ગ પણ ખોરવાયો છે, જેને પગલે વાહનોની રસ્તા પર લાંબી કતારો લાગી છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ તેમજ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે, રવિવારે નર્મદા અને મહિસાગર નદીઓ બંને જોખમના સ્તરને સ્પર્શી ગઈ હતી, જેના કારણે જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ જારી કરવા જણાવ્યું હતું. આજે સોમવારે પણ નર્મદા જિલ્લામાં શાળા-કોલેજો બંધ રહેશે. તો જોઈએ ગુજરાતમાં વરસાદની પળેપળની માહિતી.
જુનાગઢના વિસાવદરમાં 11.50 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 6.50 ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચથી વધુ, બનાસકાંઠાના ભાભરમાં 5.80 ઈંચ, જુનાગઢના વંથાલીમાં 5 ઈંચથી વધુ તો બનાસકાંઠાના દિયોદરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડીસા, મહેસામા અને બગસરામાં 3.75 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બેચરાજી, ધ્રાંગધ્રા, વડગામ, જુનાગઢ, હળવદમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
https://gujarati.indianexpress.com/gujarat/gujarat-rain-forecast-update-two-more-days-of-heavy-rain-strong-wind-these-districts-km/196504/
VVN પ્રસન્ના કુમાર, કમાન્ડન્ટે ન્યુજ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે,”…મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના નીચાણવાળા વિસ્તારો સતત વરસાદ અને નર્મદા નદીના પૂરને કારણે પ્રભાવિત થયા છે. રાજ્ય વહીવટીતંત્ર એલર્ટ હતું. અમારી (NDRF) 10 ટીમો તૈનાત કરવામાં આવી છે. અમારી ટીમોએ લગભગ 1,000 લોકોને બચાવ્યા છે…”
#WATCH | VVN Prasanna Kumar, Commandant 6th Bn NDRF, Jarod, Vadodara says, "…The low-lying areas of Madhya Pradesh, Maharashtra and Gujarat have been affected due to incessant rains and the flooding of the Narmada River. The state administration had alerted our (NDRF) teams.… pic.twitter.com/q5H8h60bsQ
— ANI (@ANI) September 18, 2023
હવામાન વિભાગે બનાસકાંઠામાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે જિલ્લાના ભાભરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુર અને દિયોદરમાં 3.75 ઈંચ વરસાદ, તો થરાદ, હળવદ અને ડીસામાં સવારથા અત્યાર સુધી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના 26થી વધુ તાલુકામાં 1.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પાલનપુરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે. ઘરવખતીર, અનાજ સહિતનો સામાન પલડી જતા લોકો લાચાર બન્યા છે.
હવામાન વભાગની આજની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી અને જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે, આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર તથા ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં પણ છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે.
https://gujarati.indianexpress.com/gujarat/gujarat-heavy-rain-monsoon-weather-updates-rain-forecast-imd-alerts-rain-fall-live-news-ap/196272/
https://gujarati.indianexpress.com/gujarat/today-weather-forecast-updates-rain-gujarat-heavy-rain-monsoon-imd-alerts-rain-fall-live-news-ap/196308/
મહેસાણા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. કડી અને વિજાપુરમાં સૌથી વધુ વરસાદ થયો છે. આ બાજુ મહેસાણા શહેરમાં વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો છે. બંને પ્રવેશદ્વાર ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. ગોપીનાળુ ભરાઈ જતા તમામ ટ્રાફિક આંબેડકર બ્રિજ ઉપર ડાયવર્ટ કરતા ટ્રાફિક જામ સર્જાયો છે. એક કિમિ બ્રિજ પાર કરતા લાગી રહ્યો છે એક કલાકનો સમય.
મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં અવિરત વરાસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરોવર ડેમ 100 ટકા જલસંગ્રહ થયું છે. હવે ડેમના સમગ્ર દરવાજા ખોલવામાં આવ્યા છે.
મેંદરડામાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વંથલીમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસ્યો, તો જુનાગઢ માણાવદર અને ભેસાણમાં છૂટો છવાયો વરસાદ
ઓઝત 2 બાદલપરા ડેમના 8 દરવાજા ચાર ફૂટ ખોલાયા, 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસ માં વધુ વરસાદ પડતાં ઓઝત 2 ડેમમાં પાણી આવક વધી, વંથલી નો ઓઝત વિયર ડેમ પણ ઓવરફ્લો, ઓઝત વીયર અને બાદલપરા ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા ગામોને કરાયા એલર્ટ, વંથલી કેશોદ માંગરોળ અને માણાવદર તાલુકાના ગામોને એલર્ટ આપાયું
સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે હિંમતનગર મહેતાપુરા પાસે નો અંડર બ્રીજ બંધ કરાયો છે. નમસ્કાર સર્કલ અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યો. સર્કલ ની બંને તરફ વાહન ચાલકોની લાંબી કતારો લાગી, ટાવર ચોક થી બ્રિજ પર વાહન ચાલકો અટવાયા, વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં
અંકલેશ્વર ની 58 જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા સોસાયટીના રહીશો ઘરવખરી ખસેડવાનો પણ મોકો ન મળ્યો. સોસાયટીના તમામ મકાનોમાં પાણી ઘુસી ગયા છે. અંકલેશ્વર હાસોટના મુખ્ય રોડ ઉપર લગભગ પાંચ ફૂટ કરતા વધારે પાણી ભરાતા રહીશોને સલામત સ્થળે જવું પણ મુશ્કેલ બન્યું છે. ઘર વખારી અને વાહનો પાણી માં ડૂબીયા . વહીવટીતંત્ર અને નગરપાલિકા તંત્ર ખડે પગે અને એન ડી આર એફ ની એક ટીમ દ્વારા બચાવ કામગીરી શરુ કરી
ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે ટ્રેન ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18.09.2023 ના રોજ અમદાવાદ ડિવિઝનની અનેક ટ્રેનોને અસર થઈ છે. તો જોઈએ આજે કઈ કઈ ટ્રેનો રદ કરવામાં આવી
1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
4. ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
5. ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
6. ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
7. ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
10. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
11. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
12. ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
13.ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ
નર્મદા મૈયા બ્રિજ બંધ થતા નેશનલ હાઈવે નં.48 પર વાહનોની લાંબી કતારો લાગી છે. અનેક વાહનો નેશનલ હાઈવે નં. 48 તરફ વળતા ચક્કાજામ સર્જાયો છે. 5 કી.મી લાંબી વાહનોની કતારો લાગી છે. વાહન ચાલકો પરેશાન, અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા.
તાપીનો ઉકાઈ ડેમ પમ ભારે વરસાદના પગલે ભયજનક સપાટી થી માત્ર બે ફૂટ દૂર છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 343.60 ફૂટ પર પોહચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાં પાણીની આવક 3,10,610 ક્યુસેક તો જાવક 2,97,757 ક્યુસેક છે. ડેમના 15 દરવાજા 12 ફૂટ ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે ના ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.
તાપી ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર, અનેક ગામોને એલર્ટ કરાયા pic.twitter.com/9WPxj8jTzD
— IEGujarati (@IeGujarati) September 18, 2023
સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નર્મદા નદી માં પૂરની સ્થિતિનું નિર્માણ, વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓથી કુલ ૦૩ ટીમ ફાયર ના અધિકારીઓ ના નેતૃત્વમાં બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી છે
ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાઈ ગયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવટા લોકોના જીવ તાળવે ચોંટ્યા.
પંચમહાલ, જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ચાર વર્ષ બાદ 85 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો
ભરૂચમાં ગંભીર સ્થિતિ, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટ નો સપાટી વટાવી દીધી છે. વહેલી સવારે 41.60 ફૂટ નોંધાયું હતું. અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા, હજારો લોકોનું જનજીવન ખોરવાયું . અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાઈ ગયા.
નર્મદા નદી સપાટી 41 ફૂટ ઉપર, અંકલેશ્વરમાં પહેલા માળ સુધી પાણી ભરાયા#GujaratRain #GujaratiNews #bharuch #NarmadaRiver pic.twitter.com/q7wf3ZsJdt
— IEGujarati (@IeGujarati) September 18, 2023
કડાણા ડેમ દ્વારા રવિવારે મહી નદીમાં આશરે 7.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે વડોદરા જિલ્લાના કેટલાક ભાગો ડૂબી ગયા હતા. વડોદરાના ડેસર તાલુકામાં દોલતપુરા-વક્તાપુર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો. વડોદરા જિલ્લા કલેક્ટર એ બી ગોરે મહિસાગર નદીના કિનારે આવેલા ગામોને ચેતવણી આપી હતી – ડેસરના 12, સાવલીના 14, પાદરાના 10 અને વડોદરા ગ્રામ્ય તાલુકાના 9 ગામો.