Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ફરીથી મેઘો આરામ મોડ પર ગયો છે. જોકે, છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની માત્રા અને વરસાદ પડવાના વિસ્તારમાં સામાન્ય વધારો થયો છે. તાલુકાઓ વધીને 50ને પાર થયા છે જ્યારે વરસાદની માત્રા પણ એક ઈંચ ઉપર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ 1.22 ઈંચ રહ્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 13 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 14 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના71 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 1.22 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતના 6 તાલુકામાં અડધાથી દોઢ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 71 તાલુકા પૈકી 6 તાલુકા એવા છે જેમાં અડધો ઈંચથી દોઢ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાના નામ અને વરસાદની માત્રાની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
જિલ્લો | તાલુકો | વરસાદ(ઈંચમાં) |
નવસારી | ખેરગામ | 1.22 |
પોરબંદર | રાણાવાવ | 0.75 |
વલસાડ | ઉમરગામ | 0.71 |
જૂનાગઢ | ભેસાણ | 0.59 |
વલસાડ | વાપી | 0.51 |
નવસારી | ગણદેવી | 0.51 |
ગુજરાતમાં 29 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે ત્યારે 29 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ જ નોંધાયો છે.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જોકે, શુક્રવારના દિવસે ગુજરાતમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ- VIDEO: રેમ્પ પર ઉતરી દેશની સૌથી સુંદર મહારાણી, જુઓ શાહી સાડીમાં વડોદરાની મહારાણીનો રોયલ અંદાજ
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે.
તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.