Gujarat Rain: ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરુ થયો છે. હવે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘમહેર જોવા મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 30 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના અબડાસામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. મંગળવારે 10 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસામાં 108 મીમી, પાટણના સરસ્વતીમાં 92 મીમી, પાટણમાં 78 મીમી, ભાભર 68 મીમી, સાંતલપુર 63 મીમી, માંડવી 60 મીમી, લાખણી, રાધનપુરમાં 59 મીમી, ઉમરપાડા 53 મીમી, ખંભાળિયા 52 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય ખેડા 43 મીમી, દ્વારકા 42 મીમી, ભચાઉ 41 મીમી, ચાણસ્મા 37 મીમી, બેચરાજી,કાલાવડમાં 36 મીમી, સમી 35 મીમી, વિસનગર, કપરાડા 33 મીમી, લખપત, શંખેશ્વર, ગોધરા 30 મીમી, વડાલી, ડભોઇ 28 મીમી, થરાદ, ઉમરગામ 27 મીમી, વડનગર અન ધરમપુરમાં 25 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 28 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 131 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત ચોમાસું : રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કેટલો વરસાદ પડ્યો? જળાશયોની સ્થિતિ શું છે?
5 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. IMDના અધિકારી દ્વારા 30 જુલાઇ થી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.