Gujarat Weather Forecast : રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળબંબાકારની સ્થિતિ છે. સર્વત્ર પાણી જ પાણી ફરી વળ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 29 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 216 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છના માંડવીમાં 12.5 ઇંચ (315 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 4 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં 315 મીમી (12.5 ઇંચ), મુન્દ્રામાં 188 મીમી (7.5 ઇંચ), અબડાસા 145 મીમી(6 ઇંચ), દ્વારકા 140 મીમી (5.5 ઇંચ), અંજાર 63 મીમી, ગાંધીધામ 57 મીમી, લખપત 53 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય ભેંસાણ 47 મીમી, લોધિકા 44 મીમી, ભુજ 42 મીમી, નખત્રાણા 37 મીમી, ભચાઉ 36 મીમી, ખંભાળિયા 34 મીમી, જોડિયા 33 મીમી, ચુડા 32 મીમી, દાંતીવાડા, ચોટીલા, ધોલેરા 31 મીમી, ચીખલી 27 મીમી અને શુબીરમાં 25 મીમી વરસાદ વરસ્યો છે. અન્ય 196 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો – 1964 પછી ઓગસ્ટમાં પ્રથમ વખત અરબી સમુદ્રમાં ચક્રવાત વિકસિત થશે
30 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લામાં કોઇ એલર્ટ આપવામાં આવ્યું નથી.
31 ઓગસ્ટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.