Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 23 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના વડગામમાં 4.5 ઇંચ (112 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 24 તાલુકામાંથી બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
શુક્રવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વડગામમાં 112 મીમી, નડીયાદ 101 મીમી, બગસરા 97 મીમી, મહુધા 92 મીમી, દેહગામ 90 મીમી, અમીરગઢ 86 મીમી, મેઘરજ 84 મીમી, સાગબારા 78 મીમી, હિંમતનગર 74 મીમી, કપડવંજ 71 મીમી, કડાણા 70 મીમી, પોશિના, કલોલ 67 મીમી, માલપુર, સંતરામપુર 66 મીમી, સોજિત્રા 64 મીમી, હાંસોટ, મોડાસા 63 મીમી, ખંભાત, ઉમરપાડા 61 મીમી, ગોધરા 58 મીમી, ફતેપુરા 55 મીમી, દેદિયાપાડા અને કુકરમુંડામાં 53 મીમી વરસાદ વરસ્યો છે.
આ સિવાય પેટલાદ , માણસા 46 મીમી, કાંવટ 45 મીમી, વાલિયા 44 મીમી, નસવાડી 43 મીમી, નેત્રંગ 42 મીમી, કઠલાલ, મોરવા હડફ, હાલોલ, રાણપુર 41 મીમી અને લુણાવાડા 38 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 105 તાલુકામાં 1 થી લઇને 36 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – ગુજરાત : પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખી પહેલ, પાંચ રૂપિયાનો સિક્કો નાખો અને કાપડની થેલી મેળવો
24 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
24મી ઓગસ્ટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.