scorecardresearch
Premium

Gujarat Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મેઘમહેર જામ્યો, સૌથી વધારે ડાંગ-આહવામાં 4 ઇંચ વરસાદ

Gujarat Weather Forecast : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 20 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Gujarat Heavy Rain, Gujarat Rain
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરુ થયો હોય તેમ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેહુલિયો જામ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારને 20 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગ-આહવામાં 93 મીમી (4 ઇંચ), ચિખલી 78 મીમી (3 ઇંચ), પલસાણા 67 મીમી (2.5 ઇંચ), ગારિયાધર 61 મીમી, ડોલવાન 51 મીમી, સાગબારા 47 મીમી, ગણદેવી 45 મીમી, ખેરગામ 43 મીમી, લીલીયા 42 મીમી, ભરૂચ 41 મીમી, કપરાડા 38 મીમી, કામરેજ 37 મીમી, ધરમપુર 32 મીમી અને કાવંતમાં 27 મીમી વરસાદ વરસ્યો છે.

આ સિવાય શિનોર, બોટાદમાં 22 મીમી, રાજુલા 20 મીમી, મૂળી,વાપી 18 મીમી, અંકલેશ્વર, બારડોલી, લુણાવાડા 17 મીમી, અમરેલી અને શુબીરમાં 15 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, રક્ષાબંધનના દિવસે 16 તાલુકામાં વરસાદ

21 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો એવરેજ 72.93 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 80.93 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 88.84 ટકા, દક્ષિણ ગુજરાતમાં 86.99 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 54.73 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 56.81 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Web Title: Gujarat rain in 20 august 2024 weather forecast and imd updates ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×