Gujarat Rain Updates, Gujarat Weather news, ગુજરાત વરસાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેધનાધન કર્યા બાદ વરસાદે ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કર્યું હતું. અને ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખસા કરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. લાખણી તાલુકામાં જળબંબાકાર કરી દીધું હતું જ્યારે નળાબેટ રણ દરિયામાં ફેરવાયું હતું. ત્યાર તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ લાખણીમાં 10 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મહેસાણામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.
બુધવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 24 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 24 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીમાં 9 એમએમ, બનાસકાંઠાના વડગામ અને ભરૂચમાં 6 એમએમ વરસાદ નોંધાયો હતો.
બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં 20 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા બુધવારના વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીના બે કલાકમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઈંચ નોંધાયો હતો. અહીં વાંચો બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
બનાસકાંઠાના લાખણીમાં 10 ઈંચ વરસાદ
મંગળવારે બનાસકાંઠામાં મેઘારાજાએ જોરદાર બેટિંગ કરી હતી. સમગ્ર બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને લાખણીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તંત્ર દ્વારા જાહેર કરલા આંકડા પ્રમાણે બનાસકાંઠાના 14 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં લાખણીમાં 10 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ દાંતીવાડામાં પોણા ચાર ઈંચ, સુઈ ગામમાં ત્રણ ઈંચ, વાવમાં ત્રણ ઈંચ, થરાદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
14 તાલુકામાં પડ્યો 2થી 4 ઈંચ જેટલો વરસાદ
વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો મંગળવાર સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 14 તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં મોટાભાગના બનાસકાંઠાના તાલુકાનો સમાવેશ થાય છે. આપેલા કોષ્ટકમાં જુઓ 14 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
| મહેસાણા | મહેસાણા | 98 |
| મહેસાણા | બેચરાજી | 96 |
| નવસારી | ચિખલી | 94 |
| બનાકાંઠા | દાંતિવાડા | 92 |
| બનાસકાંઠા | વાવ | 79 |
| બનાસકાંઠા | સુઈગામ | 77 |
| અરવલ્લી | મોડાસા | 72 |
| ડાંગ | વઘઈ | 65 |
| નવસારી | વાંસદા | 65 |
| પાટણ | સિદ્ધપુર | 61 |
| મહિસાગર | બાલાસિનોર | 61 |
| બનાસકાંઠા | થરાદ | 60 |
| તાપી | બોલવાન | 56 |
| મહેસાણા | ઊંઝા | 49 |
અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો?
તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 178 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આપલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
3 જુલાઇને બુધવારે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 3 જુલાઇને બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે બુધવારે ચાર જિલ્લા સુરત, નવસારી, વલસાડ અને બનાસકાંઠા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, મહિસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.