Gujarat Rain data, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું એકદમ સક્રિય થયું છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ખેડા જિલ્લાના માતર તાલુકામાં 116 એમએમ એટલે કે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ પંચમહાલના કાલોલમાં પોણઆ ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં સાડા ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
ખેડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડ પ્રમાણે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ખેડામાં બે ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધી જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરાના દેસરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પંચમહાલના કાલોલમાં સવા ઈંચજેટલો અને વડોદરાના સાવલીમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
જુનાગઢના વિસાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ
આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં જુનાગઢના વિસાવદરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. વિસાવદરમાં ચાર કલાકમાં 48 એમએમ એટલે કે આશરે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આ સમય ગાળામાં વડોદારાના દેસમાં પણ બે ઈંચ વરસાદ પડ્યો હતો. તેમજ પંચમહાલમાં દોઢ ઈંચ, જાબુંગોડામાં એક ઈંચ, સાવલીમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના 37 તાલુકામાં પડ્યો એક ઈંચ કરતા વધારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે સોમવારથી લઈને મંગળવાર સવાર સુધીમાં 24 કલાક દરમિયાન ગુજરાતના 37 તાલુકામાં એક ઈંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જામનગર, ગાંધીનગર, સુરત, તાપી, દ્વારકા, ડાંગ, તાપી, ગાંધીનગર, કચ્છ, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, ભરૂચ, પંચમહાલ, મહિસાગર, બોટાદ અને અરવલ્લી જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા હવામાન વિભાગે જાહેર કર્યા છે.
આ પણ વાંચોઃ- હવામાન વિભાગની ચેતવણી, ગુજરાત 5 વિસ્તારો માટે આજનો દિવસ ભારે, છપ્પર ફાડકે પડશે વરસાદ
મંગળવારે સવારે બે કલાકમાં વડોદરાના દેસરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે મંગળવારના વરસાદના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વડોદરાના દેસરમાં બે કલકામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ત્યારબાદ પંચમહાલના કાલોલમાં સવા ઈંચ, વડોદરાના સાવલીમાં એક ઈંચ, પંચમહાલ જિલ્લાના જાંબુગોડામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ બે કલાકમાં રાજ્યમાં 49 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
5 વિસ્તારો આજનો દિવસ ભારે
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે 25 જૂન 2024ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર અને દ્વારકા જિલ્લા માટે આજનો દિવસ ભારે છે. કાણ કે હવામાન વિભાગે આ વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. આજના દિવસે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.