Gujarat Rain : રાજ્યમાં વરસાદ ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે તો ક્યાંક ભારે વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને 14 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરના સાયલામાં 54 મીમી (2 ઇંચ)વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સાયલામાં 54 મીમી, સોનગઢ 26 મીમી, તાલાલા 20 મીમી, અમરેલી,બગસરા 17 મીમી, ધોરાજી 15 મીમી, પલસાણા 14 મીમી, ભાણવડ 13 મીમી અને તળાજા 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 67 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – રાજ્યમાં 85 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે અમીરગઢમાં સવા ઇંચ વરસાદ
15 ઓગસ્ટને ગુરુવારની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ રાજ્યમાં ભેજના કારણે છુટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ ભારે વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી.