scorecardresearch
Premium

Gujarat Rain: રાજ્યમાં 136 તાલુકામાં મેઘમહેર, સૌથી વધારે દહેગામમાં 1 ઇંચ વરસાદ

Gujarat Weather Update : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્મય વરસાદ પડવાની સંભાવના છે

Gujarat Rain, Gujarat, Rain
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ

Gujarat Rain : રાજ્યમાં વરસાદ ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 11 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ગાંધીનગરના દહેગામમાં 24 મીમી (1 ઇંચ) વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દહેગામમાં 24 મીમી, ખેરગામ 21 મીમી, આંકલાવ 20 મીમી, વડોદરા 18 મીમી, ગરુડેશ્વર 17 મીમી, વાગ્રા, મેઘરજ 16 મીમી, વલસાડ 15 મીમી, હાલોલ, કુકરમુંડા, સુત્રાપાડા, બાયડમાં 14 મીમી, કપરાડા 12 મીમી, પાલનપુર, સંતરામપુર 11 મીમી, વડનગર, મહેસાણા, જાફરાબાદ, હળવદ, મોડાસા, વીરપુરમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 125 તાલુકામાં 1 થી લઇને 9 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – રાજ્યમાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ, સૌથી વધારે ડોલવણમાં 2 ઇંચ વરસાદ

12 ઓગસ્ટને સોમવારની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્મય વરસાદ પડવાની સંભાવના છે.
12 ઓગસ્ટે ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ચાંદોદ ખાતે નર્મદાની જળ સપાટીમાં વધારો થયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ, કરનાળી, નંદેરીયા અને ભીમપુરા ગામોને એલર્ટ કરાયા છે અને યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળ સપાટીમાં નોંધાયો વધારો થયો છે.

Web Title: Gujarat rain in 11 august 2024 weather and imd forecast updates ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×