Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદનું જોર ઘટી રહ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરવારે 1 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ખેડાના કપડવંજ અને નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુરુવારે 9 તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડાના કપડવંજ અને નવસારીના ખેરગામામં 43 મીમી, વઘઇ 38 મીમી, ડાંગ આહવા 36 મીમી, વાંસદા 35 મીમી, વલસાડ 34 મીમી, નડિયાદ 29 મીમી, ધરમપુર 26 મીમી અને શેહરામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 143 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – શુક્ર-શનિ આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદમાં પવન સાથે વરસાદ
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં છૂટો છવાયા ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આજે સાંજે ચાર વાગ્યા બાદ બોડકદેવ, એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
શુક્રવારે 2 ઓગસ્ટે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પાંચ જિલ્લામાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.