Gujarat Rain Updates, Gujarat Weather news, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસા એકદમ જામી ગયું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેંઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ખાસ કરીને જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જળબંબાકાર થઈ ગયું હતું. જૂનાગઠમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા. મંગળવારે મેઘરાજાએ પોતાની સવારી ઉત્તર ગુજરાત તરફ વાળી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
સવારે છ વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આજે મંગળવારના વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કૂલ 157 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે લાખણીમાં આઠ ઈંચ નોંધાયો હતો. જ્યારે ચિખલીમાં પોણા ચાર ઈંચ વરસદા પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
બનાસકાંઠાના લાખણીમાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મંગળવાર સવારથી જ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના તમામ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપેરશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
બનાસકાંઠાના લાખણીમાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ સવારથી લઈને બપોરે બે વાગ્યા સુધીમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત થરાદ અને પાલનપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
બનાસકાંઠાના વાવમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ હવે વરસાદે ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવવાનું શરું કર્યું છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. મંગળવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના તાલુકા સહિત કૂલ 75 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
જેમાં બનાસકાંઠાના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને વાવમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે લાખણીમાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના ઊંઝામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
ગુજરાતમાં 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ
તંત્ર દ્વારા જાહેર કરેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગુજરાતના 211 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના વરસાદ નોંધાયો હતો. વંથલીમાં સાડા 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. નીચે આપેલી પીડીએફમાં જુઓ 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
જૂનાગઢ જળબંબાકાર
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. મેંઘો મન મુકીને વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વિસાવદર, વંથલી, જૂનાગઢ તાલુકો અને શહેરમાં પડ્યો હતો. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના ચાર વાગ્યા સુધીમાં જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં જોઈએ સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવાર વહેલી સવારે 4 વાગ્યા સુધી જૂનાગઢમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
| તાલુકો | વરસાદ(mm) |
| વંથલી | 350 |
| વિસાવદર | 328 |
| જૂનાગઢ | 288 |
| જૂનાગઢ શહેર | 288 |
| કેશોદ | 248 |
| માણાવદર | 219 |
| મેંદરડા | 182 |
| માલિયા હાટિના | 161 |
| ભેસાણ | 152 |
| માંગરોળ | 119 |
22 કલાકમાં 8 તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 8 તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના વંથલીમાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વિસાવદરમાં 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. નીચે આપેલા કોષ્ટમાં જુઓ 22 કલાકમાં 8 ઈંચ કરતા વધારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| જૂનાગઢ | વંથલી | 350 |
| જૂનાગઢ | વિસાવદર | 328 |
| જૂનાગઢ | જૂનાગઢ | 288 |
| જૂનાગઢ | કેશોદ | 248 |
| દ્વારકા | ખંભાળિયા | 229 |
| જૂનાગઢ | માણાવદર | 219 |
| દ્વારકા | કલ્યાણપુર | 200 |
22 કલાકમાં રાજ્યના 208 તાલુકામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
તંત્ર દ્વારા સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુધી રાજ્યના 208 તાલુકામાં પડેલા વરસાદના આંકડા જાહેર કર્યા છે. આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આ પણ વાંચોઃ- IMD Rain Forecast July: જુલાઈમાં પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાતમાં કેવો પડશે વરસાદ?
ગુજરાત : 10 જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તેના ટ્વટર હેન્ડલ પર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. 10 જિલ્લામાં અત્યાંત ભારે વરસાદ થઈ શકે છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યાંત ભારે વરસાદની આગાહી કરી છે.