Gujarat Weather Report, Gujarat Weather Updates, Monsoon forecast,ગુજરાતમાં વરસાદ આગાહી, ગુજરાત વેધર : ચોમાસું દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ચોમાસું ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ચોમાસાની ગોવામાં દસ્તક થઈ ગઈ છે જેના પગલે મુંબઈમાં પણ વરસાદ શરું થઈ ગયો છે. હવે ગુજરાતમાં થોડા દિવસોમાં ચોમાસું પહોંચી જશે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આજે શુક્રવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. બીજી તરફ ઉનાળો પોતાના અંતિમ તબક્કામાં છે તો પણ ગુજરાતમાં ગરમી હજી 40 ડિગ્રી ઉપર છે.
આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 9 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે 7 જૂન 2024, શુક્રવારના રોજ છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્ય તા છે. આ ઉપરાંત ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.
વિદ્યાનગર બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું હતું. વિદ્યાનગર 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર બીજા સ્થાને અને 42 મહત્તમ તપામાન સાથે અમદાવાદ ત્રીજા સ્થાને રહ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચોઃ- Gujarat Monsoon IMD Forecast: ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે? કેરળ થી કાશ્મીર સુધી ચોમાસાનો સંપૂર્ણ ટાઇમટેબલ જૂઓ
ગુરુવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 42.0 | 28.7 |
| ડીસા | 39.6 | 27.4 |
| ગાંધીનગર | 41.8 | 28.9 |
| વલ્લભ વિદ્યાનગર | 42.7 | 29.1 |
| વડોદરા | 40.2 | 30.0 |
| સુરત | 36.8 | 29.5 |
| વલસાડ | 36.8 | 22.2 |
| દમણ | 35.2 | 29.4 |
| ભુજ | 38.5 | 28.0 |
| નલિયા | 36.0 | 29.1 |
| કંડલા પોર્ટ | 36.2 | 28.6 |
| કંડલા એરપોર્ટ | 40.1 | 28.6 |
| અમરેલી | 00 | 27.0 |
| ભાવનગર | 37.6 | 29.4 |
| દ્વારકા | 34.3 | 29.2 |
| ઓખા | 35.3 | 28.9 |
| પોરબંદર | 35.6 | 29.0 |
| રાજકોટ | 41.9 | 25.6 |
| વેરાવળ | 35.6 | 29.3 |
| દીવ | 34.0 | 27.8 |
| સુરેન્દ્રનગર | 42.3 | 28.6 |
| મહુવા | 38.4 | 27.6 |
| કેશોદ | 00 | 00 |
આજે કેવું રહેશે અમદાવાદનું હવામાન, કેટલી રહેશે ગરમી?
AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદીઓને ગરમીમાંથી થોડી રાહત મળશે.ગુરુવારની 42 ડિગ્રીની તુલનાએ આજે એક ડિગ્રી જેટલી ગરમી ઘટી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તપામાન 30 ડિગ્રી રહી શકે છે. આ ઉપરાંત શહેરમાં 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવાની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે સારી છે. યુવી ઈન્ડેક્સ 5 મોડરેટ રહેશે.