scorecardresearch
Premium

Gujarat Rain Forecast : અમદાવાદીઓ સાવધાન! વાવાઝોડા સાથે વરસાદ પડશે, ગુજરાતના 17 જિલ્લાઓમાં માવઠાની આગાહી

Gujarat rain forecast, Gujarat Weather Updates, today temperature, IMD forecast : હવામાન વિભાગે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં હીટવેટની ચેતવણી આપી છે.

Ahmedabad Rain forecast | Gujarat Weather Updates | IMD Rain Forecast
અમદાવાદમાં વરસાદની આગાહી- Express photo

Gujarat Rain Forecast, Gujarat Weather Updates : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે છેલ્લા દિવસોથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. આજે 16 મે 2024, ગુરુવારના દિવસ માટે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ભાગમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.

Gujarat Rain Forecast : 17 જિલ્લા અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના 17 જિલ્લા અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાડ પડશે. જિલ્લાઓની વાત કરીએ તો બનસાકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરીએ તો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

વલસાડ જિલ્લામાં હિટવેવની આગાહી

ગુજરાતમાં એક તરફ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે હિટવેવની આગાહી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં બુધવારે મહત્તમ તાપમાન 19.4 ડિગ્રીથી લઈને 38.4 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.

સુરેન્દ્રનગરમાં ગરમી 44 ડિગ્રી નજીક પહોંચી

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે 15 મે 2024ના દિવસે ગુજરાતમાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. 43.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે બીજા નંબર 43.2 ડિગ્રી સાથે રાજકોટ અને ત્રીજા નંબર પર 42.1 ડિગ્રી મહત્તમ તપામાન સાથે ભુજ અને ચોથા નંબર પર 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી અને કેશોદ રહ્યા હતા.

બુધવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ39.6 26.4
ડીસા41.7 26.3
ગાંધીનગર39.2 25.5
વલ્લભ વિદ્યાનગર41.1 28.2
વડોદરા41.4 26.8
સુરત39.8 28.9
વલસાડ38.4 19.4
દમણ35.6 27.4
ભુજ42.1 27.4
નલિયા37.5 26.5
કંડલા પોર્ટ41.0 28.6
કંડલા એરપોર્ટ40.8 27.5
અમરેલી42.0 26.6
ભાવનગર40.6 28.0
દ્વારકા32.6 27.8
ઓખા35.2 28.2
પોરબંદર39.5 26.2
રાજકોટ43.2 25.0
વેરાવળ35.0 27.4
દીવ35.2 26.0
સુરેન્દ્રનગર43.7 27.0
મહુવા40.8 25.9
કેશોદ42.0 26.2
હવામાન વિભાગે જાહેર કરેલા ગરમીના આંકડા

Web Title: Gujarat rain forecast weather updates thunderstorm rain forecast in 17 districts including ahmedabad and gandhinagar ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×