Gujarat Rain Update Forecast : ગુજરાતમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં વરસાદે તારાજી સર્જી છે, ત્યારે હવામાન વિભાગે તાજેતરના અપડેટમાં વધુ સાત જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. અને 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ આગાહી પ્રમાણે ગુજરાતમાં 7 જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે, તો 12 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
કયા 7 જિલ્લામાં અતિથી અતિભારે (રેડ એલર્ટ) વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગે તાજેતરની આગાહીમાં કહ્યું છે કે, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
કયા 12 જિલ્લામાં અતિભારે (ઓરેન્જ એલર્ટ) વરસાદની આગાહી કરવામાં આવી
આ બાજુ, હવામાન વિભાગે આ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજકોટ, પોરબંદર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
ભારે વરસાદ (યલો એલર્ટ) ની આગાહી આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહિસાગર અને છોટાઉદેપુરમાં પણ કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
જુનાગઢમાં પૂરથી શહેર જળબંબાકાર
જુનાગઢમાં અતિભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પર ઘોડાપૂરની સ્થિતી સર્જાતા વાહનો, પશુઓ તણાઈ રહેલા દ્રશ્યો સામે આવ્યા છે.
જુનાગઢ જળબંબાકારના ભયાવહ દ્રશ્યો
જુનાગઢ શહેરના આ દ્રશ્યમાં જોઈ શકો છો પાણીના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાઈ રહ્યા છે
આ દ્રશ્ય પણ જુનાગઢ શહેરના છે, જેમાં જોઈ શકાય છે કે એક કાર પાણીના પ્રવાહમાં તણાઈને જઈ રહી છે, કોઈ ઉપરથી આ દ્રશ્ય કેમેરામાં કેદ કરે છે
આ ભયાવહ દ્રશ્યો જુનાગઢના છે. કહેવાય છે કે, નદીની પાર તૂટી પડતા તેના પાણી શહેરમાં ફરી વળ્યા છે. જુઓ વીડિયોમાં જુનાગઢની તારાજીના દ્રશ્યો
જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું, 2 કલાકમાં 7 ઇંચ ખાબક્યો
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું હતું. 2 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 9 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર અને ખંભાળિયામાં 9 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થયું હતું.