Gujarat Rain Updates, Rain forecast, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે. રોજે રોજ રાજ્યમાં ક્યાંકના ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે 20 જૂન 2024, ગુરુવાર માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જ્યારે બાકીના 20 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આજે ગુજરાતના આ વિસ્તારોમા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 20 જૂન 2024, ગુરુવારના દિવસે રાજ્યના નવરસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, જૂનાગઢ, પોરબંદર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવસમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
હજી પણ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ
ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. જોકે, હજી પણ રાજ્યમાં ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી. બુધવારે રાજ્યમાં મહત્તમ ગરમી 40 ડિગ્રીની આસપાસ રહી હતી. 40.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે વિદ્યાનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ 39.3 ડિગ્રી સાથે રાજકોટ બીજા ક્રમે, 39.1 ડિગ્રી સાથે ડીસા ત્રીજા ક્રમે રહ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ રહી હતી.
આ પણ વાંચો
- ગાંધીનગર : માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે
- Gujarat: રેલવે ટ્રેક પર સિંહની જાનહાની ટળી, ગુજરાત વન વિભાગની સરાહનીય કામગીરી
આજે અમદાવાદમાં કેવો રહેશે મોસમનો માહોલ?
AccuWeather.com પ્રમાણે આજે અમદાવાદમાં ગરમી મહત્તમ 40 ડિગ્રી અને લઘુતમ 31 ડિગ્રી રહેશે. મેક્સ યુવી ઈન્ડેક્સ 5 મોડરેટ, પવનની ગતિ 21 કિલોમીટર પ્રતિકલાક રહેશે. હવામાન ભેજનું પ્રમાણે 69 ટકા છે. જ્યારે વિઝિવિલિટી 16 કિમી છે. ડ્યૂ પોઈન્ટ 25 ડિગ્રી છે. આકાશમાં 29 ટકા ભાગ વાદળોથી ઘેરાયેલો છે.