Today Gujarat Rain Updates, Gujarat Weather news,Gujarat Rain forecast, ગુજરાત વરસાદ આગાહી : ગુજરાત સહિત દેશમાં ચોમાસું જામી ગયું છે. અત્યાર સુધીમાં ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે અષાઢી બીજના દિવસની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 7 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 7 જિલ્લા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાત વરસાદ આગાહી, આ જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 7 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 7 જિલ્લા અને 2 કેન્દ્ર સાશિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારની વાત કરીએ તો સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને વલસાડ ઉપરાંત દાદરા નગર હવેલી અને દમણમાં આજના દિવસે ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
ગુજરાત વરસાદ આગાહીઃ આ વિસ્તારમાં પડશે સામાન્યથી ભારે વરસાદ
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે રવિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

દેશમાં વરસાદની આગાહી
દેશમાં ચોમાસું સક્રિય થતાં અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના મોટા ભાગોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે. ઉત્તરાખંડમાં ચોમાસું તૂટી રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉભરાઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં, ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પહાડી વિસ્તારો ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કુમાઉથી ગઢવાલ સુધી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પૌરી અને રૂદ્રપ્રયાગ સહિત કુમાઉના 6 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. નૈનીતાલમાં શનિવારે રાત્રે અને રવિવારે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સામાન્ય લોકોને સાવચેત રહેવા અને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. બિનજરૂરી મુસાફરી ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.