Gujarat Rain data, ગુજરાત વરસાદ : હવામાન વિભાગની આગાહીના પગલે આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરુ થઈ ગયો છે. જ્યારે છોટા ઉદેપુરના સંખેડામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. આજે 24 જૂન 2024, સોમવારે સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, ભરૂચમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં સૌથી વધારે સવા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આજે સોમવારે સવારના બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
આજે સોમવારે ગુજરાતમાં સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાનું શરુ થયું છે ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં બે કલકામાં ગુજરાતમાં 51 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે છોટા ઉદેપુરના સંખેડામાં 32 એમએમ, પંચહમલાના હાલોલમાં 26 એમએમ, વડોદરાના કરજણમાં 26 એમએમ અને સાબકાંઠામાં 23 એમએમ વરસાદ ખાબક્યો હતો.
સવારે 6થી 8 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો અહીં જુઓ
24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં વરસાદની મોસમ જામી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજા નંબરે દ્વારકારના ખંભાળિયામાં ત્રણ ઈંચ જેટલો પડ્યો હતો. આ ઉપરાંત છોટા ઉદેપુરના સંખેડામાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
અહીં વાંચો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યના 12 તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
| જિલ્લો | તાલુકો | વરસાદ (MM) | 
| જૂનાગઢ | મેંદરડા | 88 | 
| દ્વારકા | ખંભાળિયા | 71 | 
| છોટાઉદેપુર | સંખેડા | 64 | 
| ડાંગ | સુબિર | 63 | 
| ગીર સોમનાથ | તલાલા | 62 | 
| કચ્છ | મુન્દ્રા | 57 | 
| જૂનાગઢ | જૂનાગઢ | 57 | 
| જૂનાગઢ | જૂનાગઢ શહેર | 57 | 
| જૂનાગઢ | વંથલી | 56 | 
| જામનગર | કાલાવડ | 54 | 
| બોટાદ | બોટાદ | 52 | 
| જૂનાગઢ | વિસાવદર | 50 | 
24 કલાકમાં 19 તાલુકામાં વરસાદે ખાલી હાજરી પુરાવી
હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકા એવા છે જેમાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકાઓમાં બે એમએમ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ- રવિવારે 66 તાલુકામાં મેઘમહેર, મેંદરડામાં સૌથી વધારે સાડા ત્રણ ઇંચ વરસાદ
ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને નર્મદા, ડાંગ, વલસાડ અને તાપીમાં આજે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													